Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: વડોદરાના રસ્તા પર મગરમચ્છ દેખાયો, કૂતરાને શિકાર બનાવ્યો

હાલમાં ભારે વરસાદને કારણે ગુજરાતના હાલ બેહાલ છે. રાજ્યના ઘણા શહેરોમાં આજે ઘણો વરસાદ પડ્યો છે, જેને કારણે હાલત ખુબ જ ખરાબ થઇ ચુકી છે.

હાલમાં ભારે વરસાદને કારણે ગુજરાતના હાલ બેહાલ છે. રાજ્યના ઘણા શહેરોમાં આજે ઘણો વરસાદ પડ્યો છે, જેને કારણે હાલત ખુબ જ ખરાબ થઇ ચુકી છે. અમદાવાદ, વડોદરા, નવસારી, રાજકોટ, વલસાડ, સુરત સહીત અલગ અલગ શહેરોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. વડોદરામાં બુધવારે ફક્ત 6 કલાકમાં 10 ઇંચ વરસાદ પડવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. મળતી માહિતીને કારણે વડોદરામાં ભારે વરસાદને કારણે અત્યારસુધીમાં 6 લોકોની મૌત થઇ ચુકી છે. શહેરી પ્રશાશને શહેરના નીચલા વિસ્તારોમાં રહી રહેલા 4000 કરતા પણ વધારે લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા છે.

વડોદરાના રસ્તા પર મગરમચ્છ દેખાયો

વડોદરામાં થયેલા ભારે વરસાદને કારણે વિશ્વામિત્ર નદીમાં પૂર આવી ગયું અને નદીમાં રહેતા મગરમચ્છ વડોદરાના રસ્તા પર દેખાવવા લાગ્યા. સ્થાનીય પ્રશાશન સામે હવે મોટો પડકાર આ મગરમચ્છને પાછા મોકલવાનો છે. જ્યાં સુધી મગરમચ્છ પાછા નહીં જાય ત્યાં સુધી રસ્તા પર ખતરો રહેશે. સોશ્યિલ મીડિયા પર આવો જ એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

વિશ્વામિત્ર નદીમાં લગભગ 260 મગરમચ્છ છે

વાયરલ થઇ રહેલા વીડિયોમાં વડોદરાના રસ્તા પર મગરમચ્છ સાફ જોઈ શકાય છે જયારે બીજા વીડિયોમાં મગરમચ્છ પાણીમાં ઉભેલા કુતરા પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે વડોદરાની વિશ્વામિત્ર નદીમાં લગભગ 260 મગરમચ્છ છે અને ભારે વરસાદને કારણે નદીનું પાણી રસ્તા પર આવી ગયું છે, જેને કારણે મગરમચ્છ પણ રસ્તા પર જોવા મળી રહ્યા છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ વીડિયો ગભરાવી નાખે તેવો છે.

વડોદરા સહીત આખા રાજ્યમાં 5 દિવસનું હાઈ એલર્ટ

વડોદરા સહીત આખા રાજ્યમાં 5 દિવસનું હાઈ એલર્ટ

વરસાદના કારણે આજે અહીં શાળા કોલેજો અને કોર્ટ બધુ બંધ છે અને લોકોને ઘરમાંથઈ બહાર ન નીકળવાની ચેતવણી આપવામાં આવી છે. વડોદરામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે વરસાદને કારણે વિષમ પરિસ્થિતિમાંથી બચાવવા માટે એનડીઆરએફ ટીમ ગોઠવવામાં આવી છે. હવામાન વિભાગે વડોદરા સહીત આખા રાજ્યમાં 5 દિવસનું હાઈ એલર્ટ આપ્યું છે.

આ પણ વાંચો: ભારે વરસાદના પગલે વડોદરા બેહાલ, 6ના મોત, શાળા કોલેજો બંધ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X