For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાના સાહસવીરોએ 11,500 ફૂટની ઉંચાઇએ હિમાલયના ગ્લેશિયરમાં કર્યું આઇસ ક્રાફટીંગ

|
Google Oneindia Gujarati News

વડોદરા, 17 જૂન : વડોદરા સ્થિત મધ્ય ગુજરાતમાં ગરમી ઘટી છે, પણ અકળાવનારો બફારો હજી પણ સતાવી રહયો છે. આવા વાતાવરણમાં બર્ફીલા પ્રદેશની વાતો પણ ટાઢક આપનારી નીવડે છે. વાત જો સાડા અગિયાર હજાર (11,500) ફુટની બર્ફીલી હિમાલયન ઉંચાઇએ આઇસ ક્રાફટીંગ કરવાની કે ઇન્ડો-તિબ્બત સરહદ પર શૂન્યથી નીચા તાપમાનમાં પર્વત પરિભ્રમણ કરવાનો હોય તો કહેવું જ શું?

મધ્ય ગુજરાતમાં 42થી 44 ડિગ્રી તાપમાનવાળા વાતાવરણમાં વસનારા ઇકો એડવેન્ચાર ટ્રેઇલના સાહસવીરોના હિમાલય પરિભ્રમણની વાતો આહલાદક લાગે છે. પણ શૂન્યથી નીચા સાવ વિપરીત વાતાવરણમાં ટકવું અને પરિભ્રમણ કરવું એ કેટલું અધરું છે એ તો અનુભવનારાઓ જ સમજી શકે.

સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ન્હાય અને હિમ્મતે મર્દા તો મદદે ખુદાની કહેવતો જીવનમાં સફળતા માટે પરિશ્રમ ઉપરાંત ધીરજ, મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવાની કોઠાસુઝ, ચપળતા અને અગવડો વેઠીને પણ કુદરતને માણવાની પ્રકૃતિ પ્રેમસભર વૃતિ જોઇએ.

himalayas-glaciers

આવી જ વૃત્તિ બાળપણથી રાખનારી અને બાળ પર્વતારોહી તરીકે અનેકવિધ સિદ્ધિઓ અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર પ્રાચી સંદિપ વૈઘ અને પ્રાર્થના વૈઘ સિકેનીસના નેતૃત્વ હેઠળ 10થી 18 વરસની વયજુથના 15 કિશોર-કિશોરીઓએ ભારત-ચીન સરહદ ઉપર આવેલા ચિટકુલ ઇન્ડો-તિબ્બત સીમા 14000 ફુટ સુધીનું પરિભ્રમણ સફળતાપૂર્વક સંપન્ન કર્યું છે.

પર્વતારોહક દંપતિ સંદિપ અને હેમા વૈઘ દ્વારા સંચાલિત ઇકો એડવેન્ચર ટ્રેઇલ આયોજિત આ પર્વતારોહણ તાલીમ કેમ્પના ભાગરૂપે તારીખ 24 મે, 2014ના રોજ વડોદરાથી અભિયાનની શરૂઆત કરી 26 મે, 2014ના રોજ હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં આવેલી સાંગલા વેલી પહોંચ્યા હતા.

સાંગલા વેલીમાં 11,500 ફુટ ઉપર બાસ્પા નદીમાં રીવર ક્રોસીંગ, ગ્લશિયર ઉપર બરફમાં આઇસ ક્રાફટીંગ, રોક કલાઇંમ્બિંગની તાલીમ આપવામાં આવી. ત્યારબાદ અહીંથી ભારત-તિબ્બત સીમા 14,000 ફુટ સુધી - 1.0 સેલ્સિયસ (શૂન્ય થી નીચે માઇનસ એક) તાપમાન પર પરિભ્રમણ કરી બાળકોને અદ્ભૂયત સાહસનો પરિચય આપ્યો.

પર્વતારોહક સંદિપ વૈઘના ટેકનીકલ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ બર્ફાની ભૂમિના આરોહક અભિયાનમાં હાર્દિક-સીકેનીસ, કલ્યાણી જોષી 10 વર્ષ, સાસ્વત રેવદાંડેકર 10 વર્ષ, અનિસ દિક્ષિત 10 વર્ષ, પુરવ વ્યાસ 10 વર્ષ (મુંબઇ) સાયલી કેમકર 14 વર્ષ, પા્રંજલી રેવદાંડેકર 14 વર્ષ, સ્નેહા દાંડેકર 14 વર્ષ, નિસર્ગ શાહ 14 વર્ષ, અક્ષત નોટીયાલ 14 વર્ષ (દહેરાદુન) હેરંબ દહિવલકર 14 વર્ષ, પિયુસ યાદવ 18 વર્ષ અને પ્રથમ શાહ 10 વર્ષએ ભાગ લીધો હતો. આ 15 કિશોર-કિશોરીઓના જુથમાં પાંચ બાળકો માત્ર 10 વર્ષની વયના હતા.

ઉલ્લેનીય છે કે સાંગલા વેલી વિસ્તાર ભારત-તિબ્બત સીમા ઉપર આવેલ હોવાથી અહિં તિબ્બત સંસ્કૃતિનો આભાસ થતો હતો.
હિમાલયમાં 11,500 ફુટ ઉંચાઇથી ઉપર હવા પાતળી હોવાથી પ્રાણવાયુના ઓછા પ્રમાણને કારણે ભુખ ન લાગે, ચકકર - ઉલ્ટી જેવી હાઇ એલ્ટીટયુડ સીકનેસનો અનુભવ થાય છે. વડોદરા સાહસવીરોએ વતનના આકરા ઉનાળા અને હિમાલયની હાડ થીજાવનારી ઠંડી વચ્ચે મકકમ મનોબળથી પર્વત પરિભ્રમણની વાર્ષિક પરંપરા પુનઃએકવાર જાળવી છે.

English summary
Vadodara's adventure lover done Ice Crafting on 11500 feet high Himalayan glaciers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X