રાજ્યના સૌથી ઊંચા ઝંડાનું વડોદરામાં ધ્વજારોહણ

Subscribe to Oneindia News

મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સ્વતંત્ર પર્વ વડોદરા ખાતે ઉજવશે. અને તે માટે આજથી જ બે દિવસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાની મુલાકાતે છે. રાજ્ય કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીની શરૂઆત રૂપ તેમણે સોમવારે શહીદ સ્મારક ખાતે 67 મીટર ઊંચા ધ્વજનું લોકર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ રાષ્ટ્રધ્વજ રાજ્યના સૌથી ઉંચા રાષ્ટ્રીય ધ્વજ. સાથે જ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. અને તમામ મોટા સરકારી સ્મારકોને રોશનીથી ઝગમગાવવામાં આવ્યા હતા.

સાથે વડોદરામાં વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે જેમાં તળાવનું બ્યુટિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં આ સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજને હવે એક્સપ્રેસ વે - નેશનલ હાઇવે ઉપરથી પસાર થતાં વાહનોમાંથી તેમજ વડોદરાના વિમાની મુસાફરો પણ જોઇ શકશે. વડોદરા શહેરના પ્રવેશ દ્વાર ખાતે જ નવું આકર્ષણ આ ફ્લાય પોસ્ટ બનશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સમા તળાવની બાઉન્ડીનું લાઇટિંગ કરવાનું આયોજન છે. જેના પગલે રાત્રે પણ આ તળાવ આકર્ષણ રૂપ બની રહે.સમાના તળાવ ખાતે ૪ ફ્લડ લાઇટની રોશનીથી ઝંડો લહેરાતો જોવા મળશે. આ માટે 62 મીટરની ઉંચાઇનો પોલ રહેશે. જેમાં નીચેની ગોળાઇ ૧૦૮૦ એમએમ અને સૌથી ઊંચે ૩૦૦ એમએમ ગોળાઇ રહેશે.

Flag

શું આ ઝંડાની ખાસિયત

આ તિરંગોની લંબાઇ ૭૨ ફૂટ રહેશે. જ્યારે પહોળાઇ ૪૮ ફૂટ રહેશે. ધ્વજ લહેરાવવા માટે નિયમ છેકે, સૂર્યોદય થાય ત્યારે લહેરાવવો અને સૂર્યાસ્ત થાય ત્યારે તેને ઉતારી લેવો. જોકે આટલા વિશાળ ધ્વજને રોજ ઉતારી ન શકાય તો તેને લાઇટિંગથી ઝહળતો રાખવો પડશે.

English summary
CM Vijay Rupani dedicated the highest 67 meter flag-mast of the state at Sama lake in Vadodara

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.