વડોદરા તોફાન: પ્રાથમિક તપાસમાં પોલીસને મળી આ જાણકારી

Written By:
Subscribe to Oneindia News

વડોદરામાં તાજીયાના વિસર્જન પ્રસંગે બે જૂથ વચ્ચે અથડામણ થતાં મોટું તોફાન સર્જાયું હતું. રવિવાર સાંજ સુધી શાંતિપૂર્વક રીતે ચાલી રહેલ પ્રસંગમાં સાંજે અચાનક હિસંક વળાંક આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે રાત્રે તાજીયા જૂલુસ દરમિયાન પાણીગેટ દરવાજા બહાર બે જૂથો સામ-સામે થઇ જતા ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી. આ ઘટનામાં છૂટથી તલવાર, ડંડા અન લાકડી જેવા શસ્ત્રોનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું છે. પાણીગેટ દરાવાજા પાસે થયેલ તોફાનના પરિણામે શહેરના અન્ય બે સંવેદનશીલ વિસ્તારમાં પણ તોફાન સર્જાયા હતા.

vadodara tajiya

પ્રતિકાત્મક તસવીર

ઘર્ષણે ચડેલ બે જૂથને છૂટા પાડવા માટે પોલીસે ગોળીબાર અને ટિયર ગેસની મદદ લીધી હતી, પોલીસના ગોળીબારમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે. તોફાને ચડેલ ટોળાએ વાહનોની તોડફોડ કરી હતી અને વાહનો સળગાવી દેવાનો પણ પ્રયત્ન થયો હતો. પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો, જેમાં એક સબ-ઇન્સ્પેક્ટર અને એક હેડ કોન્સ્ટેબલને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. તોફાનને પરિણામે મોડી રાત સુધી શહેરમાં તાણવાળી પરિસ્થિતિ સર્જાઇ હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસ દ્વારા 13 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

તાજીયાના વિસર્જન દરમિયાન અચાનક જ અશાંતિ ફેલાતા અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રો ક્યાંથી આવ્યા તથા ગણતરીની મિનિટોમાં અચાનક હિંસક પરિસ્થિતિ શા કરાણે સર્જાઇ વગેરે જેવા પ્રશ્નો થઇ રહ્યાં છે. દરમિયાનમાં આ ઘટનાનો એક વીડિયો પોલીસને હાથ લાગ્યો છે, જેમાં કેસરી કપડા પહેરેલ શખ્સો જુલુસમાં શામેલ થતા તથા તોફાની ટોળાની આગેવાની કરતા જોવા મળે છે. પોલીસની પ્રાથિમિક તપાસમાં આ તોફાન પૂર્વ આયોજિત હોવાનું બહાર આવ્યું છે.

English summary
Vadodara Violence during Tajiya, what police found in investigation?
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.