For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 41 મતદાન મથકો ર બેલેટ યૂનિટ રિપલેસ કરવા પડ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં આજે 14 જિલ્લામાં 93 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. 37,395 બેલેટ યુનિટ, 36,016 કંટ્રોલ યુનિટ અને 39,899 વીવીપેટ સાથેના ઈવીએમ મશીન્સ દ્વારા મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં આજે 14 જિલ્લામાં 93 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. 37,395 બેલેટ યુનિટ, 36,016 કંટ્રોલ યુનિટ અને 39,899 વીવીપેટ સાથેના ઈવીએમ મશીન્સ દ્વારા મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થયું ત્યારથી 11:00 વાગ્યા સુધીમાં 26,409 મતદાન મથકો પૈકી માત્ર 41 મતદાન મથકોમાં બેલેટ યુનિટ રિપ્લેસ કરવા પડ્યા છે, જેની ટકાવારી 0.1 ટકા છે. જ્યારે 40 કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી પણ 0.1 છે. 26,409 મતદાન મથકો પૈકી માત્ર 109 જગ્યાએ વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી 0.4 છે.

ELECTION
બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ગામમાં વહેલી સવારથી ભારે મતદાન થઈ રહ્યું છે. લોકો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગામની શાળામાં આવેલા મતદાન મથક પર આવી રહ્યા છે. વડગામડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વાડીયા ગામના નાગરિકો પણ પોતાના મતઅધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

વડોદરા
રાજમાતા શ્રી શુભાંગીનીરાજે ગાયકવાડ દ્વારા વડોદરા ખાતે મતદાન કરીને પોતાની ફરજ અદા કરી.

છોટાઉદેપુર

મોડેલ એશ્રા પટેલે મતાધિકારનો કર્યો ઉપયોગ, કાવિઠા પ્રાથમિક શાળામાં પોતાનો મત આપ્યો.
મુંબઈની મોડેલ અને કાવિઠાની વતની એશ્રા પટેલે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું સમર્થન આપ્યું.

બનાસકાંઠા
પ્રથમ મતદાનનો ઉત્સાહ: 18 વર્ષીય નયનાબેન મુંબઈથી બાદરગઢ મતદાન કરવા આવ્યા

આ વખતે યુવાઓમાં મતદાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવા નોંધાયેલા મતદારો પોતાના પ્રથમ મતાધિકારનો રોમાંચ અનુભવવા ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે મુંબઈ રહેતી 18 વર્ષીય નયનાબેન પોતાના વતન વડગામ તાલુકાના બાદરગઢ ગામે ખાસ પોતાનું પ્રથમ મતદાન કરવા આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ મતદાન કરી ખૂબ ઉત્સાહિત છે અને તેઓએ તમામ યુવા મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.

English summary
Valet units had to be replaced at 41 polling stations in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X