વલસાડઃ પશુ તસ્કરોએ ગૌરક્ષકની હત્યા કરી, 10ની ધરપકડ
વલસાડઃ પશુ તસ્કરોએ ગૌરક્ષકની હત્યા કરી, 10ની ધરપકડ
વલસાડ જિલ્લામાંથી અબોલ ઢોરને કતલખાને લઈ જઈ રહેલા ટેંપો ચાલકે ગૌરક્ષકને કચડને મારી નાખ્યો. પોલીસે આ મામલે 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે પકડાયેલ આરોપી એક આંતરરાજ્ય નેટવર્કનો ભાગ છે.

વલસાડમાંથી ગેરકાયદેસર રીતે ઢોરને ખરીદી મહારાષ્ટ્રના ભિવંડી, અહમદનગર અને નાસિક જેવી જગ્યાએ વેચવામાં આવતાં હતાં. ઘટના શુક્રવારે સવારે ધર્મપુર-વલસાડ માર્ગની છે, જ્યારે 29 વર્ષીય પીડિત હાર્દિક કંસારાએ સ્વયંભૂ ગૌરક્ષક અને સ્થાનિક વિહિપ નેતાઓએ ઢોરથી ભરેલા ટેંપોને રોકવાની કોશિશ કરી ત્યારે તસ્કરોએ તેમના પર ટેંપો ચડાવી દીધો હતો.
ઘટના બાદ ટેંપો ચાલક વાહન ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો, તેની તલાશ ચાલુ છે. પોલીસે વાહનમાં ભરેલા 11 ઢોરને પોતાના કબ્જામાં લઈ લીધાં. ડૂંગરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને ઢોરના ગેરકાયદેસર પરિવહનમાં સામેલ ટેંપો માલિક, ચાલક અને અન્ય લોકો સહિત 10 લોકોને વિવિધ જગ્યાએથી દબોચી લેવામાં આવ્યા છે. તમામની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
