રાજ્ય સરકારના મુખ્ય સચિવ પદે ડો.વરેશ સિન્હા નિયુક્તિ

ઉલ્લેખનીય છે કે રાજ્યના વહીવટીતંત્રનું સર્વોચ્ચ પદ એવું મુખ્ય સચિવ પદ પર ડો. વરેશ સિન્હાની પસંદગી કરવામાં આવી છે. તેઓ તા. ૩૧-૦૧-૨૦૧૩ના રોજ વયમર્યાદાને કારણે સેવાનિવૃત્ત થઇ રહેલા મુખ્ય સચિવ એ. કે. જોતિના અનુગામી બન્યા છે.
૧૯૭૭ની બેચની ભારતીય વહીવટી સેવાના અધિકારી ડો. વરેશ સિન્હા છેલ્લે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતા. આ અગાઉ તેઓએ ગૃહ વિભાગ તથા શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ પદે તેમજ પંચાયત, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
