વાયુ ફરી ગુજરાતમાં આવી રહ્યું છે, ભારે વરસાદ સાથે સોમનાથની નદીમાં પૂર
સાઈક્લોન વાયુ ફરી ગુજરાત તરફ વધવાને કારણે દરિયામાં તોફાન આવી ગયું છે. રાજ્યમાં ગીરસોમનાથ સહીત ઘણા તટીય વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે.
સાઈક્લોન વાયુ ફરી ગુજરાત તરફ વધવાને કારણે દરિયામાં તોફાન આવી ગયું છે. રાજ્યમાં ગીરસોમનાથ સહીત ઘણા તટીય વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ઘણી નદીઓનું જળસ્તર વધી ગયું છે. થોરડી ગામ પાસે સાંગાવાડી નદીમાં પૂર આવી ગયું છે, જેને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. જયારે કોડીનારના આનંદપુરમાં વીજળી પડવાને કારણે 10 લોકો ઘાયલ થયા છે. ઉનામાં 4 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે ચારે તરફ પાણી જ જોવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તાર કચ્છ, અમરેલી, જામનગર અને પોરબંદર સહીત તમામ ક્ષેત્રોમાં જોરદાર પવન સાથે કાલ રાતથી તેઝ હવાઓ અને વરસાદ થઇ રહ્યો છે. દરિયામાં ઉફાનને કારણે મોટી મોટી લહેરો ઉઠી રહી છે. કચ્છ હવામાન વિભાગ અધિકારી રાકેશ કુમારનું કહેવું છે કે 'વાયુ' આજે મોડી રાત સુધી કચ્છ ઉપરથીં બનાસકાંઠા થઇને રાજસ્થાન તરફ જશે. આવનારા 24 કલાક સુધી દરિયામાં તોફાન ઉઠવાનો અંદાઝો છે.
આ પણ વાંચો: સાયક્લોન 'વાયુ'નો ખતરો ટળ્યો નથી, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગ ઘ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે કચ્છ સહીત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તેજ હવાઓ સાથે 3 થી 5 ઇંચ વરસાદ થઇ શકે છે. હાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે ચક્રવાત વાયુની ભાયાવહતા પણ ઘણી ઓછી થઇ ચુકી છે. હવે સૌરાષ્ટ્રમાં થઇ રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. દરિયાના નજીકના વિસ્તારોમાં જાનમાલને નુકશાન થવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત પર ફરીથી મંડરાયો તોફાન 'વાયુ' નો ખતરો, આ દિવસે દઈ શકે દસ્તક












Click it and Unblock the Notifications
