For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત: હીરાજડિત કાર એક્ઝિબીશનનું મુખ્ય આકર્ષણ

|
Google Oneindia Gujarati News

diamond car
ગાંધીનગર, 4 જાન્યુઆરી: ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ ર૦૧૩ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેના ભાગરૂપે ટાઉનહોલ ખાતે પણ ભવ્ય મેગા એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ર૦૧૩ની સમીટમાં ટાઉનહોલ ખાતે ભવ્ય એકઝીબીશનમાં ડોમ ખાતે મુકવામાં આવનાર હીરામાણેક જડિત કાર તમામ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સાબિત થશે.

હીરાઝવેરાત, મુંબઇના ડાયરેક્ટર રાજેશ બજાજે વિગતે માહિતી આપતાં કહ્યું હતું કે, મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે પ્રથમવાર વાઇબ્રન્ટ સમિટમાં વિશેષ પ્રકારની હીરામાણેક જડિત કાર રજૂ કરવામાં આવશે. સમિટમાં મુકાનાર આ વિશેષ કારની હરાજી તા. ૧૩મી જાન્યુઆરી, ર૦૧૩ના રોજ સવારે ૧૧ ૦૦ વાગ્યા બાદ યોજવામાં આવશે. જેની શરૂઆતની કિંમત રૂા. પાંચ કરોડ રાખવામાં આવી છે. ખાસ નોંધનીય બાબત એ છે હરાજીમાં મળેલી તમામ રકમ મુખ્ય મંત્રીના રાહત ફંડમાં આપવામાં આવશે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, ડોમમાં મુકાનાર આ હીરામાણેક જડિત કારમાં એક લાખ રત્નો જડવામાં આવ્યા છે. તે ઉપરાંત ૩ કિલો સોનું અને રપ કિલો ચાંદીથી આ કાર સજાવવામાં આવી છે. સેવેરોલેટ કંપનીની આ ડાયમંડ કારને ઓસ્ટ્રિયાની સોરોસ્કી કંપનીએ તૈયાર કરી છે. વધુમાં હીરામાણેક જડિત ડાયમન્ડ કાર ૧.પ સી.સી.નું એન્જીન તેમજ ૪ સીટની ક્ષમતા ધરાવે છે.

અત્રે નોંધનીય છે કે, હીરા જડિત આ ડાયમંડ કારને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવા લંડનથી પાંચ સભ્યોનું ડેલીગેશન ગુજરાત આવ્યું છે તેમજ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોઇડાની પણ ખાસ ટીમ ગુજરાત આવનાર છે. આ સાથે ડોમમાં જેમ્સ એન્ડ જ્વેલરીનું આંતરરાષ્ટ્રીયકક્ષાનું પ્રદર્શન પણ યોજાશે.

English summary
Vibrant Gujarat 2013, diamond car will become attraction in exhibition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X