For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vibrant Gujarat : PM મોદીના ભાષણના મુખ્ય અંશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ગાંધીનગર ખાતે રેલ્વે સ્ટેશન પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત. વાઇબ્રન્ટ ગુજરાતની તમામ ખબરો વિષે વધુ જાણો અહીં...

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતે 250 કરોડના ખર્ચે તૈયાર થનારા ગાંધીનગર રેલ્વે સ્ટેશન પ્રોજેક્ટનું ખાતમૂર્હર્ત કર્યું હતું. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીએમ મોદીનો ગુજરાતને બુલેટ ટ્રેન આપવા બદલ આભાર માન્યો હતો. નોંધનીય છે કે રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું વિગતવાર જાણો અહીં...

narendra modi

કેમ છોથી શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણની શરૂઆત કેમ છો? કરતા હાજર લોકોમાં ખુશીની લહેર ફરી વળી હતું. તે બાદ પીએમ મોદી કહ્યું કે હું પણ મજામાં છું અને દેશ પણ મજામાં છે. જે પર પણ લોકોએ તાળીઓનો ગડગડાટ વરસાવ્યો હતો.

રેલ્વેનું નસીબ
પીએમ મોદીએ કહ્યું કે પહેલા રેલ્વેને તેના નસીબ પર છોડી દેવામાં આવતી હતી. રેલ મંત્રાલયને તેના નસીબ પર છોડી દેવામાં આવતું હતું. અને ખાલી ચૂંટણી વખતે જ તેના વિકાસની વાતો કરવામાં આવતી હતી.

modi

રેલ્વેનું બજેટ વધાર્યું

મોદીએ કહ્યું કે તેમની સરકારે રેલ્વેને આધુનિક કરી. જન સામાન્ય માટે તે મદદરૂપ થઇ શકે તે માટે પ્રયાસ કર્યો છે. અને આ માટે જ રેલ્વેને મોટું બજેટ પણ આપવામાં આવ્યું છે જેથી કરીને સમાજના સામાન્ય લોકોને તેની સાથે જોડી શકાય.

રેલ્વે આધુનિકરણ
આ પ્રસંગે રેલ્વે સેફ્ટી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરીને નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રેલ્વેના આધુનિકરણ કરવા બદલ ખાસ ભાર મુકવામાં આવ્યો છે.

modi

90 ટકા લોકો રેલ્વે
પીએમ મોદીએ કહ્યું કે દુનિયામાં 70 ટકા લોકો રેલ્વેમાં પ્રવાસ કરે છે અને બાકીના રોડ દ્વારા. જ્યારે ભારતમાં 90 ટકા લોકો ટ્રેનમાં સફર કરે છે. ત્યારે તેનું આધુનિકરણ કરવું જરૂરી છે.

નોંધનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમનું ઉદ્ધાટન કરવા માટે પીએમ મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસ પર છે. ત્યારે ગાંધીનગર ખાતે તેમણે જે પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું છે તેની ખાસ વાતો વાંચો અહીં....

250 કરોડના ખર્ચે થશે ગાંધીનગર રેલ્વે સ્ટેશનું કાયાકલ્પ, જાણો ખાસ વાત250 કરોડના ખર્ચે થશે ગાંધીનગર રેલ્વે સ્ટેશનું કાયાકલ્પ, જાણો ખાસ વાત

English summary
Vibrant Gujarat 2017: PM Narendra Modi inaugurated Gandhinagar Railway Project.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X