વાઇબ્રન્ટ ગુજરાત: IT અને બાયોટેક્નોલોજી ક્ષેત્રે થયા કરોડોના MOU

Posted By:
Subscribe to Oneindia News

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017 અંતર્ગત અત્યાર સુધીમાં સૌથી વધુ એમઓયુ આઇટી અને બાયોટેકનોલોજી ક્ષેત્રે થયા છે. 37 જેટલી કંપનીઓએ રૂ. 5022 કરોડના 54 એમ.ઓ.યુ બાયોટેકનોલોજી ક્ષેત્રે કર્યા છે. જ્યારે આઇટી ક્ષેત્રે રૂ. 16000 કરોડના 89 એમ.ઓ.યુ. થયા છે.

Vibrant Gujarat 2017

બાયોટેકનોલોજી
બાયોટેકનોલોજી ક્ષેત્રે જે એમઓયુ થયા છે તેમાંથી સૌથી વધારે ફાર્મા અને હેલ્થકેર ક્ષેત્રે 14 કંપનીઓએ એમઓયુ કર્યા છે. જેમાંથી 3 કંપનીઓએ બીટી ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે 605 કરોડનું રોકાણ કર્યું છે. વળી કૃષિ બાયોટેકનોલોજી ક્ષેત્રે પણ 15 કંપનીઓએ 93.1 કરોડ, પર્યાવરણ બાયોટેકોનોલોજી ક્ષેત્રે 29.5 કરોડ રૂપિયાના એમ.ઓ.યુ કર્યા છે.

જે હેઠળ 37 કંપનીઓ બાયોટેકનોલોજી ક્ષેત્રે નવા ઉદ્યોગોને પ્રારંભ કરવા માટે 4822 કરોડની રોકાણ આવનારા સમયમાં કરશે. તો બીજી તરફ 15 કંપનીઓ બાયોટેકનોલોજીના પોતાના હાલના ઉદ્યોગોના વિકાસ માટે રૂ. 269 કરોડના એમ.ઓ.યુ કરશે.

નોંધનીય છે કે આ એમઓયુ થયા ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, નોબેલ લોરિએટ્સ ડો.હેરોલ્ડ વાર્મસ, ડો. વિજય રાધવન મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત હતા. ત્યારે બાયોટેકનોલોજી પર થયેલા આટલા મોટા એમઓયુ બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આવનારો સમય બાયોટેકનોલોજીનો છે. 

English summary
Vibrant Gujarat 2017: Read here how many MOU done on Biotechnology and IT sector.
Please Wait while comments are loading...