નરેન્દ્ર મોદીએ કરી રશિયાના નાયબ વડાપ્રધાન સાથે બેઠક

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની બે દિવસીય મુલાકાત પર છે. વડાપ્રધાન મોદી અહીં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017નું ઉદ્ઘાટન કરવા અને કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા છે. ત્યારે સોમવારે પીએમ મોદી રશિયાના નાયબ વડાપ્રધાનને મળ્યા હતા. અને બન્ને દેશોના પ્રતિનિધો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. નોંધનીય છે કે પીએમ મોદી રશિયાના નાયબ વડાપ્રધાન દિમિત્રી રોગોજિનને મળ્યા હતા. તે બાદ તેમણે ગ્લોબલ ટ્રેડ શોમાં સાથે મળીને વિવિધ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું.

modi

નોંધનીય છે કે સોમવારે બપોરે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્યું હતું. જે બાદ પીએમ મોદી રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રૂપાણી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરીને વાઇબ્રન્ટની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તે બાદ તેમણે રશિયાના નાયબ વડાપ્રધાન મુલાકાત કરી હતી.

modi
English summary
Vibrant Gujarat: PM Narendra Modi meeting with Russian Deputy PM
Please Wait while comments are loading...