For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત: બીજા દિવસે કેવી રહી હલચલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 જાન્યુઆરી: વાઇબ્રન્ટ ગુજરાતના બીજા દિવસે, નાણામંત્રી અરૂણ જેટલીએ વિદેશી રોકાણકારોને રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ નહી લગાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. તેમણે કહ્યું કે ટેક્સ સિસ્ટમને સરળ કરવા માટે કામ ચાલુ છે.

નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે વેપારને સરળ બનાવવામાં મોદી સરકાર કોઇ કસર બાકી રાખશે નહી. તેમણે કહ્યું કે રોકાણના વાતાવરણમાં સુધારા માટે સરકારે ઘણા પગલાં ભર્યા છે જેનો ફાયદો પણ મળી રહ્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત સંમેલન દરમિયાન ભારતના ફોજના ચેરમેન બાબા કલ્યાણીએ કહ્યું કે ડિફેંસ સેક્ટરમં રોકાણ માટે ગુજરાત સારી જગ્યા છે. તેમણે કહ્યું કે ડિફેંસમાં મોટું રોકાણ કરશે પરંતુ હજુ પુરી ડિફેંસ પોલીસીની રાહ જોવામાં આવી રહી છે. બાબા કલ્યાણીએ કહ્યું કે ડિફેંસ સેક્ટરમાં મોટા રોકાણની જરૂરિયાત છે પરંતુ સરકારની પોલીસીને જોતાં ધીરે-ધીરે રોકાણ કરશે.

vg-2

એમએંડએમના ડિફેંસ સેક્ટરના પ્રેસિડેંસ એસ પી શુક્લાએ કહ્યું હતું કે તેમની કંપની ડિફેંસ મેન્યુફેક્ચરિંગ માટે વિદેશી પાર્ટનર સાથે વાતચીત કરશે. વાઇબ્રન્ટ ગુજરાતમાં આ વખતે લગભગ 10 લાખ કરોદ રોકાણની આશા છે. આ સમિટમાં આવતીકાલ સુધી 22000 એમઓયુ થવાની આશા છે. આ સમિટ દરમિયાન રિલાયંસ, અદાણી, બિરલા ગ્રુપે પણ ગુજરાતમાં ભારે રોકાણની જાહેરાત કરી છે. સમિટ દરમિયાન આજે બીજી ઘણી જાહેરાત થવાની આશા છે.

આ સમિટ દરમિયાન રિલાયંસ ગ્રુપે 1 લાખ કરોડ રૂપિયા, કુમાર મંગલમ બિરલા ગ્રુપે 20,000 કરોડ રૂપિયા, આઇઓસીએ રિફાઇનરી લગાવવા માટે 40,000 કરોડના અને અદાણી ગ્રુપ અને સન એડીસને સંયુક્ત રૂપથી 25,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હજુ સમિટમાં રોકાણને લઇને બીજી ઘણી જાહેરાતો થઇ શકે છે.

English summary
Vibrant Gujarat summit 2015 2 day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X