For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી વડોદરા અને સાપુતારામાં વાઇબ્રન્ટ પતંગોત્સવનો પ્રારંભ

|
Google Oneindia Gujarati News

kite-festival-mumbai
ગાંધીનગર, 8 જાન્યુઆરી : ગુજરાતમાં મહોત્સવ અને ઉજવણીઓની ભરપુર મોસમ ખીલી છે. ગયા મહિનાના અંતમાં કાંકરિયા ફેસ્ટિવલ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013 બાદ હવે વાઇબ્રન્ટ ગુજરાત કાઇટ ફેસ્ટિવલનો વારો આવ્યો છે. ગુજરાત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા ઉજવવામાં આવનારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2013ના ભાગ રૂપે આજે ગુજરાતના વડોદરા અને સાપુતારામાં પતંગ મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી છે.

વિશ્વભરના પતંગ રસિકોમાં ખૂબ જ લોકપ્રિય બનેલા 25મા આંતરરાષ્ટ્રીય પગંત મહોત્સવની શરૂઆત 7 જાન્યુઆરી, 2013 ગુરૂવારથી થઇ હતી. આ વર્ષે પતંગ મહોત્સવનું આયોજન અમદાવાદ સહિત વડોદરા, સાપુતારા, દિલ્હી, મુંબઇ, મોઢેરા, ધોરડો (સફેદ રણ) અને સોમનાથ જેવા સ્થળોએ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મુખ્ય ઇવેન્ટ 12 અને 13 જાન્યુઆરી, 2013ના રોજ અમદાવાદ યોજાશે. આ ઇવેન્ટનું ઉદઘાટન રાજ્યપાલ કમલા બેનીવાલ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, ઇટાલી, સિંગાપુર, સ્વિત્ઝરલેંડ, સ્પેન, નેધરલેંડ, બ્રાજિલ, દક્ષિણ કોરીયા, ઇન્ડોનેશિયા, વિયેટનામા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, કુકેકકો, યુક્રેઇન, ઇઝરાયેલ, ચીન, બેલ્ઝિયમ, ન્યુઝિલેંડ, મલેશિયા, કંબોડિયા જેવા 42 દેશોના 189 જેટલા પતંગ રસિકો ભાગ લેશે. આ ઉપરાંત 10થી વધુ રાજ્યોના પતંગ રસિયાઓ પણ ભાગ લેવાના છે.પતંગ રસિયાઓ પાસે નાનામાં નાની 4 ફૂટની અને મોટામાં મોટી 39 ફૂટની પતંગ છે. આ વર્ષે કુલ 345 વેરાઇટીના પતંગો જોવા મળશે.

નોંધનીય છે કે આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત 7 જાન્યુઆરીએ મુંબઇ અને દિલ્હીમાં કરવામાં આવી હતી. જ્યારે 8 જાન્યુઆરીના રોજ વડોદરા અને સાપુતારામાં યોજવામાં આવ્યા હતા. હવે 9 જાન્યુઆરીના રોજ સુરત, મોઢેરામાં પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જ્યારે 11મી જાન્યુઆરીના રોજ માંડવી, ધોરડો તથા સોમનાથ ખાતે યોજવામાં આવશે.

આગામી 12 અને 13 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અને 14 જાન્યુઆરીએ અમદાવાદના જુના શહેરી વિસ્તારમાં ઉજવણી આ મહોત્સવનું સમાપન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પગંત મહોત્સવની શરૂઆત માઉન્ટ એવરેસ્ટ શિખરને સૌપ્રથમ વાર સર કરનાર પર્વતારોહક સર એડમન્ડ હિલેરીએ કરી 1989માં કરી હતી. આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવના આયોજનનો હેતુ એ છે કે વિદેશીઓ ગુજરાતની મુલાકાતે આવે અને ગુજરાત ટુરિઝમમાં વધારો થાય તેમજ રોજગારીની તકો ઉભી થાય

આ વર્ષના પતંગ મહોત્સવને યાદગાર બનાવવા માટે ૪૨ દેશમાંથી ૧૮૭ પતંગબાજો ગુજરાત આવ્યા છે, જેમની પાસે નાનામાં નાની ૪ ફૂટની અને મોટામાં મોટી ૩૯ ફૂટની પતંગ છે. આવેલા આ પતંગબાજો પાસે કુલ ૩૪૫ વરાઇટીના પતંગો છે.

English summary
Vibrant Kite Festival starts today in Vadodara and Saputara.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X