For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્રમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યુ, 'મોંઘવારી-બેરોજગારીના સવાલોના ભાજપ પાસે કોઈ જવાબ નથી, કેમ?'

આમ આદમી પાર્ટીના યુવા નેતા અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા રાજ્યના તમામ વર્ગોના લોકો વચ્ચે જઈ રહ્યા છે. આજે રાઘવ ચઢ્ઢા સૌરાષ્ટ્ર પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીના યુવા નેતા અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા રાજ્યના તમામ વર્ગોના લોકો વચ્ચે જઈ રહ્યા છે. આજે રાઘવ ચઢ્ઢા સૌરાષ્ટ્ર પહોંચ્યા. જ્યાં તેમણે સત્તાધારી ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને તેમની પાર્ટીની સરકારોની પ્રશંસા કરી હતી. રાઘવ ચઢ્ઢાએ કહ્યુ- 'ગુજરાતમાં અમારા પર હુમલા થઈ રહ્યા છે. અમારા નેતાઓ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે. આ તમામ બાબતો દર્શાવે છે કે ભાજપ ડરી ગઈ છે અને નર્વસ છે.'

Raghav Chadha

રાઘવ ચઢ્ઢાએ જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટીનુ સ્થાન લોકોના દિલમાં બનતુ હોવાથી ગુજરાતમાં ભાજપ તેનાથી ડરે છે. 27 વર્ષના ઘમંડી વહીવટ પછી આજે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તન માટે તેઓ આમ આદમી પાર્ટીને મત આપવા માંગે છે. રાઘવે કહ્યુ, 'અરવિંદ કેજરીવાલજીના મૉડલનુ દિલ્લીએ પરખ્યુ,, પંજાબે પણ તેને અજમાવ્યુ અને હવે ગુજરાતના લોકો તેને અપનાવવા માંગે છે. લોકો પૂછે છે કે ગુજરાતમાં આટલી બેરોજગારી કેમ છે તો ભાજપ પાસે એ બાબતનો કોઈ જવાબ નથી.'

રાઘવ ચઢ્ઢાએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં નકલી દારૂનો વેપાર ચાલી રહ્યો છે. તેનો પણ ભાજપ પાસે કોઈ જવાબ નથી. રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યુ- અમે વીજળી મફત આપી. લોકોને સારા શિક્ષણનુ મૉડેલ આપ્યુ. આરોગ્યની સારી સુવિધાઓ પૂરી પાડી. શું ભાજપ કહી શકે કે તેઓએ 27 વર્ષમાં શું કર્યુ?'

English summary
Video: AAP leader Raghav Chadha hits on BJP govt in Saurashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X