Video: ગુજરાતમાં પીએમ મોદીએ વાપીમાં કર્યો રોડ શો, ગુંજ્યા મોદી-મોદીના નારા
પીએમ મોદીના રોડ શોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી.
Narendra Modi roadshow Gujarat: ગુજરાત વિધાનસભા ચૂંટણી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 3 દિવસના પ્રવાસે આવી ચૂક્યા છે. અહીં વલસાડના વાપીમાં તેમના ભવ્ય રોડ શોનુ આયોજન કરવામાં આવ્યુ છે. પીએમ મોદીના રોડ શોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી. પ્રધાનમંત્રી મોદીએ સમર્થકોની ભીડનુ અભિવાદન ઝીલ્યુ અને લોકોને સંબોધન કર્યુ. નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે દરેક પક્ષો પોતાની બધી તાકાત લગાવી રહ્યા છે. પીએમ મોદી પણ ચૂંટણી પ્રચાર માટે 3 દિવસ ગુજરાત આવી પહોંચ્યા છે.

અહીં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે આ દેશના નાગરિક તરીકે મારુ કર્તવ્ય છે કે હું લોકો વચ્ચે જઉ, લોકોને મારા કામનો હિસાબ આપુ અને લોકો પાસે વોટ રુપે આશીર્વાદ માંગુ. આ મારુ કર્તવ્ય છે અને હું કર્તવ્ય નિભાવવા આવ્યો છુ. 22 વર્ષ થયા હું પલાઠી વાળીને બેઠો નથી.

તેમણે કહ્યુ કે જેટલી સેવા થાય તેટલી કરવી છે. મને પૂરો ભરોસો છે કે તમે ભાજપને વોટ આપવાના જ છો. વોટ આપવાનુ કર્તવ્ય છે. કાર્યક્રમ મુજબ આગલા બે દિવસ પ્રધાનમંત્રી મોદી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8 જનસભાઓને સંબોધિત કરશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનુ મતદાન 1 ડિસેમ્બરે થશે. જે બાદ 5 ડિસેમ્બરે બીજા તબક્કાનુ મતદાન થશે. અંતે બંને તબક્કાની મતગણતરી 8મી ડિસેમ્બરે થશે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે.
#WATCH | Prime Minister Narendra Modi holds roadshow in Vapi, to address a public meeting in Valsad shortly#Gujarat pic.twitter.com/0hKoTKJNOg
— ANI (@ANI) November 19, 2022
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ





Click it and Unblock the Notifications
