સિક્સ લેન હાઇવેને મળી મંજૂરી, અમદાવાદ-રાજકોટ વાસીઓ આનંદો!

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ અને રાજકોટની વચ્ચે અવાર નવાર મુસાફરી કરતા લોકો માટે એક સારા ખબર છે. અમદાવાદ-બામણબોર-રાજકોટ હાઇવેને હવે સિક્સ લેન હાઇવે કરવામાં આવશે. જેથી કરીને અમદાવાદ અને રાજકોટની વચ્ચેનું અંતર ઓછું થશે અને લોકોને પણ તેને લાભ મળી શકશે. કુલ 3488 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ સિક્સ લેન હાઇવેને કેન્દ્ર સરકારના રોડ પરિવહન મંત્રાલયે પણ લીલી ઝંડી આપી દીધી છે.

road

મુખ્યમંત્રી વિજયરૂપાણી આ અંગે જણાવતા કહ્યું કે આ સિક્સ લેન હાઇવેના બનવાથી બગોદરા, લીંબડી, સાયલા, બામણબોર જેવા શહેરાને સાંકળવામાં આવશે. સાથે જ સૌરાષ્ટ્ર તરફના પરિવહનમાં પણ આ સિક્સ લેન હાઇવેના કારણે વેગ આવશે. સાથે જ તેમણે જણાવ્યું કે આ દ્વારા લોકોના સમય સાથે ઇંધણનો પણ બચાવ થશે. જો કે સિક્સ લેન થતા જ ટોલટેક્સની આવક પણ રાજ્ય સરકારને મળશે. ત્યારે આ 201 કિમી લાંબા હાઇવે માટે સરકાર અંદાજે 3488 કરોડ ખર્ચશે.

English summary
Vijay Rupani announces six laning highway between Ahmedabad to Rajkot. Read more about it here.
Please Wait while comments are loading...