કોંગ્રેસ લોકસભા ચૂંટણી જીતી તો પાકિસ્તાનમાં દિવાળી ઉજવાશે: વિજય રૂપાણી
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી રાજનૈતિક પાર્ટીઓની તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. બધી જ પાર્ટીઓ એકબીજા પર પ્રહાર કરી રહી છે.
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી રાજનૈતિક પાર્ટીઓની તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. બધી જ પાર્ટીઓ એકબીજા પર પ્રહાર કરી રહી છે. આ લિસ્ટમાં રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે જો ભૂલથી પણ કોંગ્રેસ લોકસભા ચૂંટણી જીતી તો પાકિસ્તાનમાં દિવાળી ઉજવાશે. આ વાત તેમને મહેસાણામાં ભાજપની "વિજય સંકલ્પ" રેલી દરમિયાન જણાવી. તેમને કહ્યું કે પરંતુ એવું કઈ નહીં થાય પરંતુ ભૂલથી પણ 23 મેં દરમિયાન પરિણામ જાહેર થાય અને કોંગ્રેસ જીતે તો પાકિસ્તાનમાં દિવાળી ઉજવાશે કારણકે તેઓ તેમની સાથે જોડાયેલા છે.

વિજય રૂપાણીએ કહ્યું કે 23 મેં દરમિયાન જનતા નરેન્દ્ર મોદીની જીત સુનિશ્ચિત કરશે. ત્યારપછી પાકિસ્તાનમાં શોક મનાવવામાં આવશે. એટલું જ નહીં પરંતુ બાલાકોટ હવાઈ હુમલાના પુરાવા માંગતા કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા પર વિજય રૂપાણીએ પ્રહાર કર્યો છે. તેમને કહ્યું કે આખી દુનિયાને ખબર છે કે પાકિસ્તાન આતંકવાદને પોષણ આપે છે, જયારે રાહુલ ગાંધીના શિક્ષક સેમ પિત્રોડા કહે છે કે પાંચ સાત યુવકો જેમને પુલવામાં હુમલો કર્યો તેમના માટે આખા પાકિસ્તાનને દોષ નહીં આપવો જોઈએ. કોંગ્રેસ નેતા પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે.
આ પણ વાંચો: છત્તીસગઢમાં બધા જ ભાજપી સાંસદોની ટિકિટ કપાઈ, રમણ સિંહનો દીકરો પણ રેસથી બહાર
એટલું જ નહીં પરંતુ વિજય રૂપાણીએ પોતાના ભાષણમાં વિપક્ષ પર સેનાનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમને કહ્યું કે કોંગ્રેસ સેનાના પ્રમુખો ઘ્વારા કહેવામાં આવેલી વાતોને નકારીને કોનું સમર્થન કરવા માંગે છે.












Click it and Unblock the Notifications
