અન્નપૂર્ણા યોજના: CM વિજય રૂપાણીએ ભર્યા શ્રમિકોના ટિફિન

Posted By:
Subscribe to Oneindia News

મંગળવારે અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરાવી. સીએમ સવારે અખબારનગર કડિયાનાકા ખાતે હાજર રહીને આ યોજનાનો પ્રારંભ કરાવ્યો. સાથે જ આ પ્રસંગે સીએમ રૂપાણીએ શ્રમિકાના જાતે ટિફિન પણ ભર્યા. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી જેમાં શ્રમિક લોકોને માત્ર 10 રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવી રહ્યું છે. અને આ સેવા અમદાવાદ સમેત ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે પણ શરૂ કરવામાં આવી છે. વધુમાં આ કાર્યક્રમમાં બાંધકામ બોર્ડના અધ્યક્ષ ડો. અનિલ પટેલ પણ હાજર રહ્યા હતા.

vijay rupani

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ શ્રમિકાને સવારે 7:30થી રાતના 10:30 સુધી 10 રૂપિયામાં સરકાર તરફથી ભોજન આપવામાં આવશે. જેમાં રોટલી, થેપલા, શાક આપવામાં આવશે. તો બીજી તરફ શ્રમિકાએ પણ વિજય રૂપાણીનો આ અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. અને મોટી સંખ્યામાં શ્રમિક પરિવારોએ હાજર રહીને ગુજરાત સરકારની આ નવી સેવાનો લાભ લીધો હતો.

English summary
CM Vijay Rupani launched Shramik Annapurna Yojana today. He also personally serving the food to construction workers at Akhbarnagar Kadia Naka in Ahmedabad
Please Wait while comments are loading...