ભેદભાવ રાખ્યા વગર અમે કામ કરીશું કહ્યું નવા CM વિજય રૂપાણીએ

Written By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં કમલમ ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પછી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામ પર મહોર લગાવવામાં આવી. સાથે જ નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના નામની પણ જાહેરાત થઇ. આમ ભાજપે આ બંન્નેને આવનારા પાંચ વર્ષ માટે ભાજપની સત્તા આપી હતી. ત્યારે તેમના નામની જાહેરાત બાદ નીતિન પટેલ અને વિજય રૂપાણીએ આભાર વ્યક્ત કરવા માટે પ્રેસવાર્તા સંબોધી હતી. જેમાં વિજય રૂપાણીએ સૌથી પહેલા કહ્યું કે "કેન્દ્રીય નેતૃત્વએ અમારા બંન્ને પર વિશ્વાસ મુક્યો તે માટે તમામનો આભાર" સાથે જ તેમણે જણાવ્યું કે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને લઈને આગામી પાંચ વર્ષ જનતાની સેવા કરીશું. ગુજરાતની જનતાએ જે 22 વર્ષથી ભાજપમાં વિશ્વાસ મૂક્યો છે. તે વિકાસ યાત્રાને અમે આગળ લઇ જઇશું.

Gujarat New CM

તો સાથે જ નાયબ મુખ્યમંત્રી તરીકે બોલતા નીતિન પટેલે જણાવ્યું કે પહેલાની જેમ જ અમે તમામ લોકોને સાથે રાખીને અમારી સરકાર ચલાવીશું. વધુમાં જ્યાં કોંગ્રેસની સત્તા છે ત્યાં શું ભેદભાવ રાખવામાં આવશે તેમ પૂછાતા વિજય રૂપાણીએ જણાવ્યું કે અમે આવો કોઇ ભેદભાવ રાખ્યા વગર ગુજરાતની સાડા છ કરોડ જનતાના લાભાર્થે અને વિકાસ માટે કામ કરતા રહીશું. નોંધનીય છે કે આ પ્રસંગે ગુજરાત ચૂંટણીના પ્રભારી અને કેન્દ્રીય નેતા અરુણ જેટલીએ પણ કહ્યું કે વિજય રૂપાણી અને નીતિન ભાઇ પટેલને સર્વોનુંમતે પસંદ કરવામાં આવ્યા છે. વધુમાં ભાજપના કાર્યકર્તાઓએ પણ નામની જાહેરાત થયા પછી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

English summary
Vijay Rupani and Nitin Patel addressed the media after being elected as Gujarat New CM and Dy.CM again

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.