For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના નેતૃત્વ પર વિજય રૂપાણીએ સવાલ ઉઠાવ્યા, 3 વર્ષમાં 25 ધારાસભ્યોનાં રાજીનામાં

કોંગ્રેસના નેતૃત્વ પર વિજય રૂપાણીએ સવાલ ઉઠાવ્યા, 3 વર્ષમાં 25 ધારાસભ્યોનાં રાજીનામાં

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી માટે જનસભાને સંબોધિત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો. વિજય રૂપાણીએ કહ્યું કે આ જે પેટાચૂંટણી આવી છે, તેના માટે માત્રને માત્ર કોંગ્રેસ જ જવાબદાર છે. કોંગ્રેસમાં નેતૃત્વની નિષ્ફળતા, આંતરિક ગુટબાજીની ચરમ-સીમા, નીતિ-નિયમોના અભાવના કારણે ટૂટી પડી. ગત 3 વર્ષમાં ગુજરાતમાં કોંગ્રેસના 25 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં છે. ખાલી થયેલી વિધાનસભા સીટો પર ચૂંટણી થઈ. હવે પાછી 8 સીટ પર ચૂંટઈમ થવા જઈ રહી છે.

vijay rupani

લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર હટાવી

મુખ્યમંત્રી બોલ્ય- "કોંગ્રેસી ભાજપ સરકાર પર પોતાના ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવે છે, પરંતુ તેમની પાર્ટી પોતાના નેતૃત્વની નિષ્ફળતાને કારણે ટૂટી રહી છે. હવે તો આ દેશભરમાં જોવા મળી રહ્યું છે. જનતાની સાથોસાથ હવે કોંગ્રેસમાં હેતા લોકોનો પણ તેમની પાર્ટીથી વિશ્વાસ ઉઠી ગયો છે." વિજય રૂપાણી એટલેથી જ ના અટક્યા. તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસે અત્યાર સુધી લોકતાંત્રિક રૂપે ચૂંટાયેલી અનેક સરકારોને હટાવી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, માટે પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે તે પક્ષ પલટૂ શબ્દનો વારંવાર ઉપયોગ કરી જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહી છે.

'ગેંગસ્ટર સુધરી જાય અથવા ગુજરાત છોડી દે', CM વિજય રૂપાણીએ ગુનેગારોને ચેતવ્યા'ગેંગસ્ટર સુધરી જાય અથવા ગુજરાત છોડી દે', CM વિજય રૂપાણીએ ગુનેગારોને ચેતવ્યા

દેશભરમાં ટૂટી રહી છે કોંગ્રેસ

રૂપાણીએ કહ્યું કે, "હવે કોંગ્રેસના ધારાસભ્યોને પણ લાગવા લાગ્યું છે કે હવે કોંગ્રેસમાં રહી જનતાનાં કામ નથી થતાં. માટે તેઓ કોંગ્રેસથી નાતો તોડી રહ્યા છે. હવે એક વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસ પોતાની નિષ્ફળ નીતિઓને કારણે જ પોતાા ધારાસભ્યોને ગુમાવી રહી છે. આપણા ગુજરાતમાં જ નહિ, દેશભરમાં કોંગ્રેસ ટૂટી રહી છે."

જણાવી દઈએ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ ચૂંટણી સભા વડોદરાના કરજણમાં થઈ હતી. આ દરમ્યાન તેમણે પોતાના કાર્યકામાં થયેલ વિકાસ કાર્યો પણ ગણાવ્યાં.

English summary
Vijay Rupani questions Congress leadership, 25 MLAs resign in 3 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X