કેજરીવાલ પર વિજય રૂપાણી કહ્યું "તેને આદત છે નોટંકી કરવાની!"

શનિવારે છોટાઉદેપુર ખાતે ભાજપની પ્રશિક્ષણ વર્ગની ટ્રેનિંગ માટે પહોંચેલા પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ અરવિંદ કેજરીવાલની ગુજરાત યાત્રાને નોટંકી જણાવીને મીડિયાને કહ્યું કે "ત્યાં (દિલ્હીમાં) કંઇ કર્યું નથી તો તે અહીં તહીં ફરી રહ્યો છે. અમે તેની કોઇ નોંધ લેતા નથી."

વળી આપ સરકાર દ્વારા કેજરીવાલને ગુજરાત ન આવવા દેવા મામલે જે આરોપો કેજરીવાલે ભાજપ સરકાર પર લગાવ્યા છે તે અંગે પ્રતિક્રિયા આપતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે તે "તેને તો આદત છે નાટક કરવાની, ખોટા આરોપો લગાવાની, નોટંકી કરવાની."

vijay rupani

જો કે હાર્દિક પટેલ જામીન પર પોતાની પ્રતિક્રિયા આપતા વિજય રૂપાણી કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનને સરકાર, સકારાત્મક વલણ સાથે ઉકેલવા માંગે છે. માટે જ સરકારી વકીલે શુક્રવારે કોર્ટમાં તેની જામીન વખતે પણ સામે કોઇ વાંધો રજૂ નહતો કર્યો. અને આશા રાખીએ છીએ કે પાટીદારો પણ આ મામલે સરકાર જોડે સકારાત્મક વલણ રાખે. નોંધનીય છે કે 2017ની ચૂંટણીની ધ્યાનમાં લઇને વિજય રૂપાણી, ગુજરાતના વિવિધ સ્થળે ફરીને કાર્યકરો સાથે બેઠક કરીને આવનારી ચૂંટણીની રણનીતી સ્પષ્ટ કરી રહ્યા છે. અને તેને પ્રશિક્ષિત કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X