સુરત પોલીસ કમિશનરે દારૂના અડ્ડા મામલે ત્રણ પોલીસને સસ્પેન્ડ કર્યા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

સોમવાર, સુરતના વિવિધ સોશ્યલ મિડીયમાં એક ચોંકાવનારો વીડીયો વાયરલ થયો હતો. જેમાં વરાછા વિસ્તારમાં આવેલી લાભેશ્વર ચોકીથી માત્ર 100 મીટર દુર આવેલા એક કોમ્પ્લેક્સમાં દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. અને ઘણા લોકો બિન્દાસ્ત રીતે દારૂ પી રહ્યા છે અને બાઇટીંગથી માંડીને દારૂ પીરસવા માટે ખાસ સ્ટાફ પણ હાજર હતો. આ આ વિડીયો સોસિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ કમિશનર સતીષ શર્માને જાણ થતા તેમણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને વરાછા પોલીસને લાભેશ્વર પોલીસ ચોકીના પાછળ આવેલા દારૂના અડ્ડા પર દરોડો પાડવાની સુચના આપી હતી. જેમાં પોલીસે દરોડો પાડીને દારૂનો મોટા જથ્થો જપ્ત કરીને બુટલેગર તેમજ દારૂનો ધંધો કરતા વ્યક્તિની ધરપકડ કરી હતી. સાથોસાથ પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી પોલીસ ચોકીના પીએસઆઇ તેમજ બે પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. તેમજ ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ) લેવલના અધિકારીને તપાસ સોંપી હતી.

daru

સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક પોલીસની મદદથી જ આ દારૂનો ધંધો ચાલતો હતો. અને લોકો પોલીસની હાજરીમાં જ દારૂ પીવા આવતા હતા. જો કે વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી તે સારી બાબત છે. પણ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સામે પણ પગલા ભરવા જરૂરી છે અને તપાસમાં ખાતાકીય જ નહી પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઇ છે.

આ અંગે સ્થાનિક લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂ બંધી છે અને ભાજપ દાવો કરે છે કે તેનો કડક અમલ કરવામાં આવે છે. પણ, ચિત્ર કઇ અલગ જ છે. જેનો દાખલો વરાછામાં ચાલતો દારૂનો અડ્ડો છે. જ્યાં મુંબઇના બારની જેમ દારૂ પીરસવામાં આવતો હતો. તપાસ કરવામાં આવે તો અનેક અડ્ડા બહાર આવી શકે તેમ છે. આ મુદો હવે રાજકીય રીતે પણ વકરે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. અને કોંગ્રેસ દારૂના અડ્ડા પર જનતા રેડ કરશે તેવા સંકેતો પણ આપ્યા છે. જેથી ગાંધીનગરથી રાજ્ય સરકારે તાકીદ કરી છે કે આ અંગે પોલીસે આકરી કાર્યવાહી કરવી અને તે અંગે સ્થાનિક લોકોને જાણ રહે તે રીતે પ્રેસ કોન્ફરન્સ પણ કરવી જેથી પોલીસની અને સરકારની છબી ન ખરડાઇ. ઉલ્લેખનીય છે આ વીડિયોમાં સગીર યુવકો પણ આ લત્તનો ભોગ બનેલા જોવા મળે છે. જે ખરેખરમાં ચિંતાજનક વાત છે. 

English summary
Viral Video of Surat, where people openly enjoying liquor. See the viral video on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.