વિરમગામ ને જિલ્લાનો દરજ્જો આપવાની ઉઠી માંગ, નીકળી રેલી

Subscribe to Oneindia News

અમદાવાદ : અમદાવાદ જિલ્લાનું તાલુકા મથક વિરમગામ ઐતિહાસિકતા ધરાવવા સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની મધ્યમાં આવતું શહેર છે. વિરમગામ રેલ્વે સ્ટેશન એક મહત્વનું જંકશન છે. છેલ્લા 20 વર્ષથી વિરમગામને જિલ્લો જાહેર કરવા અનેક રાજકીય પક્ષો, મહાનુભાવો, ધારાસભ્યો-સંસદ સભ્યો, અને રાજ્ય સરકારો આશ્વાસન આપતા રહે છે કે ટૂંક સમયમાં વિરમગામને જિલ્લો જાહેર કરવામાં આવશે. વચનોથી ભોળવાઈ જતી વિરમગામ પંથકની જનતામાં હવે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.

guajrat

આજ રોજ વિરમગામ જીલ્લા આયોજન સમિતિ દ્વારા વિરમગામને જિલ્લા નો દરજ્જા ની પ્રબળ માંગ સાથે શહેર ના મુનસર રોડ થી તાલુકા સેવા સદન સુઘી બેનરો સાથે વિશાળ યોજી મુખ્યમંત્રી ને અનુલક્ષીને નાયબ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું છે. આ આવેદન ના તમામ મુદ્દાઓ નો મુખ્ય હેતું વિરમગામ ને જિલ્લા નો દરજ્જો આપવા માટે નો છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે આ અંગે ઠાલા વચનો આપીને બેઠેલા નેતાઓ કોઇ કાર્યવાહી કરે છે કેમ?

English summary
Viramgam people ask government to make Viramgam as district.
Please Wait while comments are loading...