For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિઠ્ઠલ રાદડિયા પુત્ર જયેશ સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતા

|
Google Oneindia Gujarati News

vitthal radadiya
રાજકોટ, 22 ફેબ્રુઆરી : પોતાના તડફડ વલણથી જાણિતા દમદાર ખેડૂત નેતા કોંગ્રેસી ધારાસભ્ય વિઠ્ઠલભાઇ રાદડિયા તેમના પુત્ર ધારાસભ્ય જયેશ રાદડિયાની સાથે ભાજપમાં જોડાય તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આજે શુક્રવારે જામકંડોરણા ખાતે ટેકેદારો સાથે કરેલી બેઠકમાં તેમણા આ અંગેના સંકેતો આપ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે.

વિઠ્ઠલ રાદડિયા લોકસભાની ચૂંટણી દરમિયાન જ ભાજપની સાથે જોડાઇ જાય તેવી શક્યતા છે. તેઓ વિધિસર ભાજપમાં જોડાયા વગર જ ભાજપ માટે કાર્ય કરે તેવી ચર્ચા થઇ રહી છે.

જ્યારે જયેશ રાદડિયા પોતાના પદ પરથી રાજીનામુ આપી ભાજપ તરફી ઉમેદવારી નોંધાવીને ફરીથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. જોકે આ અંગેનો આખરી નિર્ણય આવતી કાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળનાર બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિઠ્ઠલભાઇને કેન્‍દ્રીય મંત્રીમંડળમાં નહી સમાવતા અને વિધાનસભામાં વિપક્ષી નેતા પણ નહીં બનાવતા પક્ષ પ્રત્યે તેમની ઉદાસીનતામાં વધારો થયો છે. દરમિયાનમાં ભાજપે બન્ને પિતા-પુત્રને ભાજપમાં યોગ્ય સ્થાન આપવાના આમંત્રણ આપ્યું છે. આવામાં રાદડિયાબંધુ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. તેમના ભાજપમાં જોડાતા કોંગ્રેસને જોરદાર ફટકો પડશે.

English summary
Vitthal Radadiya and son Jayesh Radadiya set to join Bhartiya janta party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X