વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વિરુદ્ધ વોરંટ

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સામે કોર્ટે વોરંટ કાઢ્યું છે. અમરેલીની ચીફ કોર્ટે પરેશ ધાનાણી સહિત 11 આગેવાનોને કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. પુતળા દહન કાર્યક્રમ અંતર્ગત નોંધાયેલા ગુનામાં કોર્ટે વોરન્ટ બહાર પાડવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ વોરંટ પછી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. નોંધનીય છે કે નામદાર કોર્ટે આ કેસમાં પરેશ ધાનાણી, લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમર સહિત 11 કોંગી આગેવાનોને કોર્ટમાં હાજર થવા આદેશ અપ્યા છે. વધુમાં નગરપાલિકાના પ્રમુખ અલ્કા ગોંડલીયા સામે પણ વોરંટ બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં પરેશ ધાનાણી કોર્ટ સમક્ષ હાજર થયા છે.

Paresh Dhanani

ઉલ્લેખનીય છે કે આશરે બે વર્ષ જેટલા સમય ૫હેલા આ૫વામાં આવેલા વિરોધ કાર્યક્રમ દરમિયાન પુતળા દહન કર્યું હતું જેને પગલે આ એરેસ્ટ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં પરેશ ધાનાણી તથા તેમના સાથીદારોને કોઈ સમન્સ પણ મળ્યું નથી તેમ છતાં અરેસ્ટ વોરંટ નીકળતા કોંગ્રેસમાં રોષ વ્યાપી ગયો છે. જોકે આ અંગે પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે ભાજપે તેના તમામ નીતિ નિયમો નેવે મૂકી દીધા છે ભલે મારી સામે ગમે તેટાલ કેસ થાય પણ હું મારી લડત ચાલું જ રાખીશે. આમ કોંગ્રેસે આ સમગ્ર મુદ્દાને રાજકીય ચાલ ગણાવ્યો છે. અને તે માટે ભાજપને જવાબદાર કહી છે.

English summary
Warrant against opposition leader Paresh Dhanari. Read here why?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.