Video: દાહોદમાં પાટા ઓળંગી રહેલી મહિલાનો જીવ એક પળમાં બચ્યો
એક મહિલા સામેથી ટ્રેન આવી રહી હોવા છતાં પાટા ઓળંગી રહી હતી ત્યારે ટ્રેન નજીક આવી જતા આરપીએફ જવાન અમરેન્દ્ર કુમારે તેને એક ક્ષણમાં બચાવી લીધી હતી.
સમગ્ર ઘટના એવી છે કે ઝાહેદા મહેમૂદભાઇ ટેલર અને હાજરાબેન અસલર બાળક સાથે ગોધરાથી બુધવારે સાંજે સવા ચાર વાગ્યાની જમ્મુ તાવી ટ્રેનમાં મુસાફરી કરીને દાહોદ રેલવે સ્ટેશન પર આવ્યા હતા. તેઓ પ્લેટફોર્મ નંબર 3 પરથી પ્લેટફોર્મ નંબર 1 પર જઇ રહ્યા હતા. અને સીડીને બદલે પાટા ઓળંગીને જવા જતા સામેથી ટ્રેન આવતા તેમનો દીકરો તરત ઉપર ચઢી ગયો હતો જ્યારે બહેન ગભરાઇને ત્યાં જ ઉભા રહી ગયા હતા.

તે સમયે પાછળથી આવતા આરપીએફના જવાન અમરેન્દ્રકુમારે દોડીને મહિલા અને ધસમસતી માલગાડી વચ્ચે એક જ હાથનું અંતર બાકી રહ્યું ત્યારે જ પૂરી તાકાત લગાવી મહિલાને ખેંચી લીધી હતી. આ વાડિયો દ્વારા સમજવા જવું છે કે જીવના જોખમે ટૂંકો રસ્તો અપનાવવાથી ક્યારેક જીવ ગુમાવવાનો વારો આવે છે દરેક લોકો આ મહિલા જેવા સદભાગી નથી હોતા.
ત્યારે જુઓ આ વીડિયો...












Click it and Unblock the Notifications
