For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છના વરસામેડી પાસ નર્મદા કેનાલમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ

કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્યલાઇન પાસેના મેનહોલમાં એકાએક ભારે દબાણ આવતાં જોશભરે પાણીનો ગોળો છૂટ્યો હતો

By Lekhaka
|
Google Oneindia Gujarati News

એક તરફ ગુજરાતમાં પાણીની સમસ્યા છે અને પાણી કાપની વાતો થઈ રહી છે ત્યારે બીજી તરફ કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચે નર્મદા કેનાલમાં ભંગાણ થતા પાણીનો ફુગ્ગો થઈ ગયો હોય તે રીતે પાણી બહાર આવ્યું હતું અને આ રીતે હજારો લિટર પાણી વેડફાઈ ગયું હતું. મંગળવારે સાંજથી શરૂ કરવામાં આવેલું સમારકામ હજી પણ મંદગતિએ ચાલી રહ્યું છે. આ ઘટનામાં આશરે 50 લાખ લિટર જેટલું પાણી વહી ગયું હતું. કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્યલાઇન પાસેના મેનહોલમાં એકાએક ભારે દબાણ આવતાં જોશભરે પાણીનો ગોળો છૂટ્યો હતો. અને તેના કારણે પાણીનો મોટો ઢગલો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું અને અન એક અંદાજ અનુસાર આ ઘટનાના કારણે 50 લાખ લિટર પાણીનો વ્યય થતાં આસપાસના વિસ્તારમાં તળાવનું નિર્માણ થઇ ગયું હતું.

water

ભચાઉના ચિરઈ ગામ નજીક નર્મદા પાઇપલાઇન માં ભંગાણ સર્જાયું છે.આ ભંગાણ થવાનું કારણે જૂની થેલી પાઇપલાઇનું જણાવવામાં આવ્યું છે. સંબંધિત અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પાઇપલાઇન જૂની થઈ હોવાથી તેમાં સડો લાગી જતા પાઇપલાઇનમાં લીકેજ થયો અને લીકેજથી પાણીનો મોટો ફુવારો છૂટ્ય હતો. અને તેમાં લાખો લીટર પાણી વેડફાઇ રહ્યું છે.પાઇપલાઇન માંથી લેકેજ થતા પાણીનો પ્રવાહને કારણે આસપાસ તળાવડું બની ગયું હતું. એક બાજુ પાણીની અછત છે. તો બીજી બાજુ નર્મદા પાઇપલાઇનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો બગાડ થયો હતો. જોકે મોડી સાંજે તે પાઇપલાઇનનો પાણી પ્રવાહ બંધ કરી દેવાયો હતો. આજે પાઇપલાઇન નું સમારકામ હાથ ધરાયું છે અને આજ સુધીમાં તે પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ થઈ જશે તેવી માહિતી સંબંધિત અધિકારીઓએ આપી હતી.

English summary
Water erosion in the Narmada canal in Kutch. Gallon of water wasted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X