For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ગરમીથી ત્રાહિમામ, કંડલામાં પારો પહોંચ્યો 46 ડિગ્રીએ, હજુ આટલા દિવસ પડશે ગરમી

રાજ્યમાં કાળઝાળ ગરમી ઘટવાનુ નામ નથી લઈ રહી ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ કેટલા દિવસ ગરમી પડશે તે જણાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમી ઘટવાનુ નામ નથી લઈ રહી ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ 3 દિવસ સુધી ગરમીનો પ્રભાવ રહેશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં પાંચ શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી વધુ નોંધવામાં આવ્યો છે. કંડલામાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે. અમદાવાદમાં તાપમાન 43.7 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે.

heat

રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટમાં 43.7 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી જ્યારે ડીસામાં 42.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ. પાટણમાં 42.4 ડિગ્રી, ભાવનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યમાં 5 શહેરોમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન હાલમાં નોંધાઈ રહ્યુ છે.

રાજ્યમાં ગરમની પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ગરમીની વ્યાપક અસર રહેશે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઈ શકે છે. જ્યારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પણ તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગે યલ એલર્ટ આપ્યુ છે. જો કે, રાહતની વાત એ છે ક હવામાન વિભાગે આ વખતે ચોમાસુ વહેલુ આવવાની આગાહી પણ કરી છે.

ભીષણ ગરમીના કારણે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે જણાવ્યુ છે અને કામ વિના ઘરની બહાર ન નીકળવા સૂચના આપી છે. વળી, બાળકો, વૃદ્ધો અને બિમાર વ્યક્તિઓને તો ઘરમાં જ રહેવા જણાવાયુ છે. ગરમીથી બચવા માટે પ્રવાહી વધુ લેવા અને સુતરાઉ કપડા પહેરવાની સલાહ આપવામાં આવી છે.

English summary
Weather: 42 degrees temperature crossed in 5 cities of Gujarat, Know IMD forecast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X