For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather: ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની સ્થિતિ, IMDએ જાહેર કર્યુ યલો એલર્ટ

ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગુરુવાર સુધી હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે.

|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગુરુવાર સુધી હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યુ કે આવતા 48 કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર જોવા મળશે નહિ પરંતુ ત્યારબાદ 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. આઈએમડીએ બુધવારે કહ્યુ કે, 'આવતા 5 દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય દેશમાં કોઈ ભાગોમાં હીટ વેવની સ્થિતિ જોવા મળશે નહિ. સૌરાષ્ટ્ર અને કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં 17 અને 18 માર્ચે હીટવેવની સ્થિતિ રહેશે.'

સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ

સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ

હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યુ છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ કે, 'સામાન્ય લોકો આ ગરમી સહન કરી શકશે પરંતુ નવજાત બાળકો, વૃદ્ધો અને ગંભીર બિમારીવાળા લોકો માટે આ ગરમી થોડી ચિંતા વધારી શકે છે.' વધુમાં વિભાગે કહ્યુ હતુ કે લોકોએ આ હીટવેવા બહાર જવાનુ ટાળવુ જોઈએ.

તાપમાન 47°Cથી વધુ હોય ત્યારે ગંભીર હીટવેવ

તાપમાન 47°Cથી વધુ હોય ત્યારે ગંભીર હીટવેવ

હવામાન વિભાગ ઓછામાં ઓછુ 40°C અને સામાન્ય કરતા 4.5°C અને 6.4°C તાપમાન વધુ હોય અથવા સબ ડિવિઝનમાં સતત બે દિવસ માટે મહત્તમ તાપમાન 45°Cથી વધુ હોય ત્યારે હીટવેવ જાહેર કરે છે. જ્યારે મહત્તમ તાપમાન ઓછામાં ઓછુ 40°C અને સામાન્ય કરતા 6.4°Cથી વધુ અથવા મહત્તમ તાપમાન 47°Cથી વધુ હોય ત્યારે ગંભીર હીટવેવ ગણવામાં આવે છે.

હીટવેવના કારણે વધુ મોત

હીટવેવના કારણે વધુ મોત

IMDએ ઉત્તર અને પૂર્વ ભારત માટે સામાન્ય કરતા વધુ ગરમીની આગાહી જાહેર કરી છે જેમાં હીટવેવના કારણે વધુ મોત થતા હોય છે. તેમની માર્ચથી મેની ઉનાળાની આગાહીમાં આઈએમડીએ જણાવ્યુ હતુ કે ઉત્તર, ઉત્તર-પૂર્વ, તેમજ પૂર્વ અને પશ્ચિમ ભારતના અમુક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. આઈએમડીએ વધુમાં ઉમેર્યુ હતુ કે તેમછતાં દક્ષિણ દ્વીપકલ્પ અને તેને સંલગ્ન મધ્ય ભારતના મોટાભાગના સબ ડિવિઝનમાં મોસમી મહત્તમ તાપમાન સામાન્યથી ઓછુ રહેવાની સંભાવના છે.

સુરતમાં હોસ્પિટલમાં ભરતી થતા કોરોના દર્દીઓ થયા બમણાસુરતમાં હોસ્પિટલમાં ભરતી થતા કોરોના દર્દીઓ થયા બમણા

English summary
Weather: Heatwave condition in Gujarat's Suarashtra and Kutchh, IMD issues yellow alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X