For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળના શખ્સે અમદાવાદીને 25 લાખનો ચૂનો લગાવ્યો

પશ્ચિમ બંગાળના શખ્સે અમદાવાદીને 25 લાખનો ચૂનો લગાવ્યો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પશ્ચિમ બંગાળના બે શખ્સોએ મળીને પ્રદીપભાઈ બાબુલાલ અગ્રવાલ નામના એક અમદાવાદીને 25 લાખથી વધુનો ચૂનો લગાવ્યો હોવાનો મામલો આવ્યો છે. આ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. નારાયણી ફાર્મ પાસે આવેલ રૂદ્રાક્ષ બંગ્લોઝમાં રહેતા પ્રદીપભાઈ બાબુલાલ અગ્રવાલે નરોડા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ નોંધાવી છે. પ્રદીપભાઈએ નોંધાવેલ ફરિયાદ મુજબ પશ્ચિમ બંગાળના 24 પરગાણા જિલ્લામાં રહેતા આરોપી જ્યોત્સના બબલુદાસ દાસ અને કોલકાતામાં રહેતા દીનેશ ખંડેલવાલે ભેગા મળી પ્રદીપભઈની જીઆઈડીસી પ્લોટમાં આવેલ 'ડાઈસ્ટ્ફ' નામની કંપની ખાતેથી ડાઈજનો માલ મંગાવી અલગ-અલગ તારીખના કુલ 25,14,344 રૂપિયાની રકમનો ચેક આપ્યો હતો. જો કે તમામ ચેક બાઉન્સ થતાં આ પેટે કોઈ ચૂકવણી ન કરી, આ મામલે પ્રદીપભાઈએ વિશ્વાસઘાત અને છેતરપીંડિનો કેસ નોંધાવ્યો. પોલીસ સબ ઈન્સપેક્ટર જે.જી. કામળીયાએ આ ગુનાની તપાસ હાથ ધરી છે.

money

બીજા એક કેસમાં વટવાના રહેવાસી સુષ્માદેવી કિશનભાઈ સક્સેના સાથે પણ 5,50,000ની છેતરપિંડી થઈ છે. આ મામલે સુષ્માદેવી સક્સેનાએ 30 જુલાઈના રોજ વટવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મૂળ ઉત્તર પ્રદેશના મહરુપુરખાર ગામમાં રહેતા આરોપી સંજય કાડોરીલાલ રાઠોડે વટવા સર્વે નંબર 832ની જમીન પર આવેલ ઈન્દીરાનગરના નામે ઓળખાતી મિલતમા આવેલ પ્લોટ નંબર 76ના મકાન ઉપર રૂપિયા 50ના સ્ટેમ્પ પેપર પર વેચાણ કરાર તથા જનરલ પાવર ઑફ એટર્ની લખી આપીને સુષ્મા દેવી પાસેથી કુલ 5,50,000 રૂપિયા મેળવી લઈ મકાન ન આપીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે. પોલીસ સબ ઈન્સપેક્ટર વી.એમસ સાટીયાએ આ મામલાની તપાસ હાથ ધરી છે.

અમદાવાદ પોલીસે 50થી વધુ જુગારીઓ અને દારૂડિયાઓની ધરપકડ કરીઅમદાવાદ પોલીસે 50થી વધુ જુગારીઓ અને દારૂડિયાઓની ધરપકડ કરી

English summary
west Bengali man cheated amdavadi with 25 lakh rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X