PM બન્યા બાદ પ્રથમવાર ગુજરાત આવતા નરેન્દ્ર મોદી માટે કેવો છે સુરક્ષા બંદોબસ્ત

અમદાવાદ, 8 સપ્ટેમ્બર : વડાપ્રધાન બન્‍યા બાદ આપણાં નરેન્‍દ્રભાઇ મોદી પ્રથમ વખત ગુજરાતમાં આવી રહ્યા છે. ગુજરાતમાં તેમને બેવડી ખુશીઓ મળવાની છે. 16મી સપ્ટેમ્બરે પેટાચૂંટણીઓના પરિણામોમાં ભાજપ ફરી એકવાર વિજય પતાકા લહેરાવશે અને નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપશે. બીજી તરફ 17 સપ્ટેમ્બરે માતાના આશીર્વાદ લઇને મોદીનો હરખ સમાશે નહીં.

આમ આગામી 16 અને 17 સપ્ટેમ્બર બે દિવસ ગુજરાતની જનતા અને નરેન્દ્ર મોદી માટે આનંદ અને ઉલ્લાસના હશે. બીજી તરફ ગુજરાત પોલીસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવો મોટો પડકાર બની રહેશે.

મહત્વનું છે કે વડાપ્રધાન બનતા પહેલા જ નરેન્દ્ર મોદી આતંકવાદીઓના નિશાન પર છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પર હુમલાનું જોખમ વધી ગયું છે. તાજેતરમાં આવેલા ગુપ્તચર અહેવાલોમાં પણ સ્પષ્ટ કહેવાયું હતું કે અલકાયદાના ટેરર લીસ્‍ટમાં ગુજરાત તથા મોદી 'નિશાના' પર છે.

આ કારણે સેન્‍ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટને આધારે વડાપ્રધાનની સુરક્ષા માટે ગુજરાતમાં લોખંડી બંદોબસ્‍ત ગોઠવવામાં આવી રહયો હોવાનું ટોચના સૂત્રોએ જણાવ્યું છે. આ બંદોબસ્ત કેવો હશે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

મોદીને ત્રણ રીતે સુરક્ષા પ્રદાન કરાશે

મોદીને ત્રણ રીતે સુરક્ષા પ્રદાન કરાશે


નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે ગુજરાત પોલીસે તેમના તમામ કાર્યક્રમ સ્‍થળે મુવીંગ બંદોબસ્‍તની સાથે દરિયાઇ રસ્‍તે તથા હવાઇ નિરીક્ષણ દ્વારા સુરક્ષા બંદોબસ્‍ત ગોઠવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં ચકાસણી વધારે કડક

અમદાવાદમાં ચકાસણી વધારે કડક


નરેન્દ્ર મોદી સૌ પ્રથમ અમદાવાદ આવવાના હોવાથી અમદાવાદમાં પ્રવેશતા તમામ માર્ગો પર ચુસ્‍ત ચકાસણી કરાશે. આ સાથે રેલવે મથકો, એરપોર્ટ, બસ સ્‍ટેન્‍ડ વગેરે સ્‍થળે પણ સઘન ચકાસણી ચાલુ કરી દેવામાં આવી છે.

સેન્ટ્રલ IB સાથે ગુજરાત પોલીસનું સંકલન

સેન્ટ્રલ IB સાથે ગુજરાત પોલીસનું સંકલન


વડાપ્રધાનની લોખંડી સુરક્ષા માટે ગુજરાત પોલીસે અને સ્ટેટ આઇબીએ કેન્‍દ્રીય ઇન્‍ટેલીજન્‍સ બ્‍યુરો સાથે સતત સંકલન સાધ્યુ છે.

કેન્દ્રીય ગૃહમંત્રીની પણ કચ્છ BSF સાથે બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રીની પણ કચ્છ BSF સાથે બેઠક


અલ કાયદાની કેસેટમાં ધમકી અપાયા બાદ ગુજરાત હાઇએલર્ટ પર મુકાયું છે. આ સંદર્ભમાં કેન્‍દ્રીય ગૃહમંત્રી પણ કચ્‍છ સરહદે BSFના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરવા કેન્‍દ્રીય ગૃહમંત્રાલયના ઉચ્‍ચ અધિકારીઓ સાથે ગુજરાતમાં આવી રહયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X