હત્યારી માતાએ 3 બાળકોને હિરણમાં ડૂબાડ્યા

Posted By:
Subscribe to Oneindia News

ગઈ કાલે સોમનાથ વેરાવળ પાસે આવેલી હિરણ નદીમાં 3 બાળકો ડૂબ્યા હોવાની માહિતી મળતા 108નો કાફલો અને પોલીસ તથા સ્થાનિકો જમા થઈ ગયા હતા. જોકે પોલીસને ઘટનાની પૂછપરછની શરૂઆતમાં જ માતા ઉપર શંકા હતી. પોલીસની આ શંકા સાચી ઠરી હતી.

When mother killed her three children because of domestic fight

ઇસ્પાક (ઉ.વ.7), શબ્બીર (ઉ.વ.4) અને ઇનાયત (ઉ.વ.1.5) નામના ત્રણ બાળકોની માતા આસ્માએ કબૂલાત કરી હતી કે તેણે જ ઘરકંકાસથી ત્રાસીને બાળકોને નદીમાં ડૂબાડીને મારી નાખ્યા હતા. પોલીસે જ્યારે શરૂઆતમાં આ બનાવ અંગે અસ્માની પુછપરછ કરતા અસ્માએ પોલીસ એવું જ્યારે તે કપડાં ધોઈ રહી હતી ત્યારે કોઈ રિક્ષા ચાલક ધસી આવ્યો હતો અને બધા સંતાનોને નદીમાં ફેંકી નાસી છૂટ્યો હતો. જોકે બાદમાં તેણે પોલીસની આકરી પૂછપરછ બાદ પોતાનો ગુનો કબૂલ્યો હતો. જે જાણીને ખુદ પોલીસ સહિત સૌ આશ્ચર્યમાં પડી ગયા હતા.

When mother killed her three children because of domestic fight
English summary
When mother killed her three children because of domestic fight.
Please Wait while comments are loading...