
દક્ષિણ ગુજરાતમાં કોને કેટલી સીટ? જાણો લેટેસ્ટ C-વોટર સર્વે?
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી પુર્ણ થઈ ગઈ છે અને હવે પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે વિવિધ એક્ઝીટ પોલ સામે આવી રહ્યા છે. એબીપી-સી વોટર સર્વે અનુસાર, દક્ષિણ ગુજરાતમાં બીજેપી સૌથી આગળ રહેતી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં કુલ 35 સીટો છે અને આદીવાસીઓનું પ્રભુત્વ છે.
સર્વેના આંકડા અનુસાર, વોટશેરની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં બીજેપીને 48 ટકા, આમ આદમી પાર્ટીને 27 ટકા અને કોંગ્રેસને 23 ટકા મતદાન મળવાની સંભાવના છે. આ સિવાય 2 ટકા મત અન્યના ખાતામાં જઈ શકે છે.
દક્ષિણ ગુજરાતમાં સીટોની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતની 35 સીટોમાંથી બીજેપીને 24થી 28 સીટો મળી શકે છે. આ સિવાય કોંગ્રેસને 4થી8 અને આમ આદમી પાર્ટીને 1થી 3 સીટ મળી શકે છે. આ સિવાય 0 થી 2 સીટ અન્યના ખાતામાં પણ જઈ શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાત આદીવાસી સીટો છે અને અહીં મતદાન મોટા પ્રમાણમાં થયુ છે. ગુજરાતમાં સૌથી વધુ મતદાન આ વિસ્તારમાં જ થયુ છે. આ સીટો પર કોંગ્રેસ હંમેશા આગળ રહેતી આવી છે.