For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપનો ચૂંટણી ઢંઢેરો ગુજરાતના યુવાનોને કેમ અકર્ષશે?

ભાજપનો ચૂંટણી ઢંઢેરો ગુજરાતના યુવાનોને કેમ અકર્ષશે?

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટમી હવે એકદમ નજીક છે, આવતી પહેલી ડિસેમ્બરે પ્રથમ તબક્કા માટે અને પાંચમી ડિસેમ્બરે બીજા અને અંતિમ તબક્કા માટે ગુજરાતમાં મતદાન થનાર છે. દરેક પાર્ટીઓ ખુબ પ્રચાર કરી રહી છે અને વિપક્ષો ગુજરાતની જનતાને લોભાવવા માટે અનેક લોભામણી જાહેરાતો કરી રહી છે ત્યારે જનતા ખરેખર કયા પક્ષ તરફ વળે તે જોવાનું રસપ્રદ રહેશે. ભાજપે પણ પોતાના 27 વર્ષના વિકાસલક્ષી કાર્યો ગણાવ્યાં છે, અને આગલા પાંચ વર્ષ માટે સંકલ્પ પત્ર પણ જાહેર કરી દીધો છે.

bjp menifesto

આ સંકલ્પ પત્ર ગુજરાતના યુવાનોને આકર્ષે તેમ જણાઈ રહ્યું છે, કેમ કે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આર્થિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસની સાથોસાથ યુવાનો વિશે પણ ખાસ વાત કરવામાં આવી છે, જેને ગુજરાતના યુવાનો નજરઅંદાજ ના કરી શકે. રાજ્યના લાખો યુવાનો માટે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં ભાજપે મોટી જાહેરાત કરી છે જે યુવાનોના ભવિષ્ય માટે સારી બાબત ગણી શકાય.

ઉલ્લેખનીય છે કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આગામી પાંચ વર્ષમાં ગુજરાતના 20 લાખ યુવાનોને રોજગાર આપવાનું વચન આપ્યું છે. જો ભાજપ આ વચન પાળે તો દરેક ચાર પરિવારમાંથી 1 વ્યક્તિને સરકાર રોજગાર આપી શકશે અને તેનાથી રાજ્યની માથાદિઠ આવક પણ વધી શકશે, જેની દેશના અર્થતંત્રમાં પોઝિટિવ ઈફેક્ટ થશે. ગુજરાતના યુવાનો આ બાબતને નકારી ના શકે. રાજ્ય સરકારે યુવાનોમાં બેરોજગારીને લઈ ચિંતા વ્યક્ત કરી છે.

ગુજરાતના લાખો યુવાનોને આકર્ષી ભાજપનો મેનિફેસ્ટો તેમનો વોટશેર મેળવવામાં મદદરૂપ થશે તેવુ્ં નિષ્ણાંતોનું માનવું છે. યુવાનોને રોજગાર ઉત્પન્ન કરાવવા ઉપરાંત ભાજપે ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRF ટોચની રેન્કિંગ સંસ્થા અથવા વિશ્વની ટોચની સંસ્થામાં પ્રવેશ મેળવનાર દરેક OBC/ST/SC/EWS વિદ્યાર્થીઓને 50000 રૂપિયાનું પ્રોત્સાહન અનુદાન આપવાની પણ જાહેરાત કરી છે.

આ ઉપરાંત ભાજપનો શિક્ષણ ક્ષેત્રનો સંકલ્પ પણ યુવાનોને આકર્ષી અને તેમને વોટશેરમાં કન્વર્ટ કરી શકે તેમ છે. શિક્ષણ ક્ષેત્રના સંકલ્પમાં ભાજપે ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર્સ, ફિનટેક અને એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં સેન્ટર ઑફ એકસેલન્સ તરીકે IITના તર્જ પર 4 'ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી'ની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ભાજપના સંકલ્પ પત્રમાં રાજ્યના દરેક વર્ગ અને ક્ષેત્રને ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ ગુજરાતના મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી તરફ વળે તો નવાઈ નહીં. જેનું મુખ્ય કારણ 27 વર્ષથી સરકાર ચલાવતા હોવા છતાં એન્ટીઈન્કમ્બન્સીની કોઈ અસર જોવા નથી મળી રહી, પ્રજામાં ભાજપ પ્રત્યે કૂણું વલણ જોવા મળી રહ્યું છે અને ભાજપના સંકલ્પ પત્રમાં રાજ્યની મોટાભાગની સમસ્યાઓને આવરી લેવામાં આવી છે.

English summary
Can BJP's election manifesto attract the youth of Gujarat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X