• search

શા માટે સ્વીકારી હાર? પૂનમના પાવર સામે નતમસ્તક વિક્રમનો વટ!

By Rakesh

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. 26 બેઠકો પરથી ઉભા રહેલા ઉમેદવારોનું ભાવી પણ ઇવીએમ મશીનમાં સીલ બંધ થઇ ગયું છે. આ વખતે ગુજરાતીઓએ છેલ્લી ત્રણ ટર્મનો રેકોર્ડ તોડીને 63.31 ટકા મતદાન કર્યું, જે દર્શાવે છેકે આ વખતે ગુજરાતનો મિજાજ અલગ છે અને તેઓ એક મજબૂત સરકારનો પાયો નાંખવાની તૈયારીમાં છે. હજુ મતદાનની ટકાવારીનો સાચો આંકડો બહાર આવ્યો જ નહોતો તે પૂર્વે જ કોંગ્રેસને એક મોટો ઝાટકો પહોંચાડે તેવા સમાચાર જામનગર બેઠક પરથી આવી ગયા. જામનગરના બે ટર્મથી વિજેતા બનતા સાંસદ વિક્રમ માડમે પોતાની હારનો સ્વીકાર એક સ્થાનિક અખબારને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યો, આમ તો ચૂંટણી પરિણામ પહેલા એ કહેવું થોડું વહેલું ગણાય કે જામનગર બેઠક પર કોણ વિજેતા બનશે, પરંતુ જે રીતે વિક્રમ માડમે પોતાની હારનો સ્વિકાર અત્યારથી કરી લીધો છે, તેનાથી એ વાતને સંદેશ ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટીને જઇ રહ્યો છે.

કોંગ્રેસ પાર્ટી દેશમાં પોતાની શાખ બચાવવા માટે લડી રહી છે, તેવા સમયમાં બે ટર્મથી વિજેતા બનતા કોંગ્રેસી નેતાનો આ ભય ગુજરાતમાં કોંગ્રેસની કેવી સ્થિતિ છે, તેનો ચિતાર આપી રહી છે. માત્ર જામનગર બેઠક જ નહીં પરંતુ ગુજરાતની એવી સાત બેઠક છે, જ્યાં ધાર્યા કરતા વધારે માત્રામાં મતદાતાઓએ મતદાન કર્યું છે અને તેમાં કોંગ્રેસના અનેક નેતાઓના વાવટા વિંટાઇ જવાની રાજકીય દહેશત જોવા મળી રહી છે. જેમાં આણંદ, ખેડા, બારડોલી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, રાજકોટની બેઠક છે, તો સાથોસાથ સાબરકાંઠાની બેઠક કે જ્યાંથી ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા લડી રહ્યાં છે, તેમના પર પણ લટકતી તલવાર છે.

જોકે આ બધાની વચ્ચે એક પ્રશ્ન ચોક્કસપણે ઉદ્દભવી રહ્યો છેકે મતદાન થયાને બે દિવસમાં જ શા માટે વિક્રમ માડમે આ પ્રકારે જાહેરાત કરીને પોતાની પોતાની હારનો સ્વીકાર કરવો પડ્યો. શા માટે ભત્રીજી પૂનમના પાવર સામે તેમનો વટ નતમસ્તક થઇ ગયો. આ અંગે તસવીરો થખી વધુ જાણીએ.

જામનગરમાં 2009 કરતા 14.35 ટકા વધુ મતદાન

જામનગરમાં 2009 કરતા 14.35 ટકા વધુ મતદાન

તો તેની પાછળનું એક કારણ એ પણ હોઇ શકે છેકે, જામનગરમાં ગઇ લોકસભાની ચૂંટણી કરતા આ વખતે 14.35 ટકા જેટલું વધારે મતદાન થયું છે. 45.79 ટકા મતદાન 2009ની ચૂંટણીમાં થયું હતું, જ્યારે આ વખતે જામનગરમાં 60.14 ટક મતદાન થયું છે. આ આંકડા દર્શાવે છેકે જામનગરનો મિજાજ બદલાયો છે

શા માટે જીતી શકે છે પૂનમ?

શા માટે જીતી શકે છે પૂનમ?

વિક્રમ માડમની હાર સ્વીકારવાનું એક કારણ એ પણ હોઇ શકે છેકે પૂનમ માડમ ખંભાળિયા બેઠક પરથી ધારાસભ્ય છે અને આ બેઠક પર 57 ટકા મતદાન થયું છે. જે સ્પષ્ટપણે સીધો પૂનમ માડમને ફાયદો કરાવી શકે છે, આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ નોંધપાત્ર અને સારું એવું મતદાન થયું છે, જે વિક્રમ માડમને પોતાની હારનો અહેસાસ કરાવવા માટે પૂરતા છે. તમે તસવીર થકી એ વાતનો અંદેશો લગાવી શકો છો કે ક્યાં કેટલા ટકા મતદાન થયું છે.

શું કહ્યું વિક્રમ માડમે

શું કહ્યું વિક્રમ માડમે

વિક્રમ માડમે કહ્યું છેકે હું ત્રીસેક હજાર મતથી હારીશ, આ મારી હતાશા નથી, પરંતુ હું વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનું કલેજું ધરાવું છું. આજના સ્વાર્થથી ભરેલા સમાજને કદાચ સિદ્ધાંતોની જરૂર રહી નથી. મારા પ્રેમમાં ક્યાંક કચાશ રહી ગઇ હશે, મારા તમામ કાર્યકર્તાઓનો હું દિલથી આભાર માનું છું, મારા લાખો શુભેચ્છકો કે જેમણે મને મત આપ્યો છે તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. જે સમયની સાથે ચાલતો નથી એ ફેંકાય જાય છે. હું સિદ્ધાંતને વરેલો છું અને આ સ્વાર્થથી ભરેલા સમાજમાં સિદ્ધાંતોની કોઇ કિંમત નથી, આજના સમયમાં મારી વાત બંધ બેસતી નથી.

વિક્રમ માડમ બે ટર્મથી વિજેતા

વિક્રમ માડમ બે ટર્મથી વિજેતા

2004માં વિક્રમ માડમે 204468 મેળવ્યા હતા જ્યારે તેમની સામે ભાજપના ચંદ્રેશ કોરડિયાએ 198875 મત મેળવ્યા હતા. વિક્રમ માડમ 2004માં 5593થી વિજેતા થયા હતા. 2009માં તેમને 281410 અને ભાજપના રમેશ મુંગરાને 254992 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં પણ તેઓ 26418 મતની સરસાઇથી જીત્યા હતા.

ઇતિહાસ ભાજપની સાથે

ઇતિહાસ ભાજપની સાથે

ભાજપ દ્વારા વિક્રમ માડમનો ખેલ બગાડવા માટે તેમના ભત્રીજી અને ખંભાળિયાના ધારાસભ્ય પૂનમ માડમને ટિકિટ આપવામાં આવી હતી અને જે રીતે વિક્રમ માડમે વાત કરી છે તે પ્રમાણે ભાજપ ખેલ બગાડવામાં સફળ નીવડી રહ્યું છે. તેમ છતાં ઇતિહાસમાં ડોકિયુ કરીએ તો આ બેઠક એક સમયે ભાજપની હતી અને આ બેઠક પર ભાજપના ચંદ્રેશ કોરડિયા સતત પાંચ ટર્મ સુધી ચૂંટાયા હતા. તેથી આ બેઠક પુનઃ ભાજપના હાથમાં આવી શકે છે.

English summary
why congress candidate vikram madam says about his defeat against poonam madam, here is the reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more