For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની સત્તા સુધી પહોંચવા સૌરાષ્ટ્ર ફતેહ કરવુ કેમ જરૂરી? વાત એ ફેક્ટરની જેનાથી પરિણામ નક્કી થાય છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર સહિતની સીટોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ મજબુત રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજકોટ : ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર સહિતની સીટોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ મજબુત રહી છે. એક તરફ સૌરાષ્ટ્રમાં સોમનાથ, જૂનાગઢ અને દ્વારકા જેવા મોટા ધાર્મિક સ્થળો છે તો બીજી ગ્રામીણ આબાદી સૌરાષ્ટ્રને અન્ય જગ્યાઓથી અલગ બનાવે છે. ગુજરાતની સત્તા માટે કોઈપણ પક્ષોએ સૌરાષ્ટ્ર ફતેહ કરવુ આવશ્યક છે. આજે આપણે સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા કેટલાક એવા ફેક્ટરની વાત કરવાના છીએ, જે રાજકિય અને ભૌગૌલિક રીતે સૌરાષ્ટ્રને અલલ બનાવે છે.

સૌરાષ્ટ્રના જિલ્લા અને વિધાનસભા સીટ

સૌરાષ્ટ્રના જિલ્લા અને વિધાનસભા સીટ

ભૌગોલિક દ્રષ્ટિએ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં મધ્ય ગુજરાત પછી સૌથી વધુ 48 વિધાનસભા સીટો છે. વડાપ્રધાન મોદીએ પણ રાજકોટથી જ પહેલી ચૂંટણી જીતી હતી.

મજબૂત જ્ઞાતિ સમીકરણ

મજબૂત જ્ઞાતિ સમીકરણ

સૌરાષ્ટ્રમાં જ્ઞાતિઓ વચ્ચે મોટુ વિભાજન છે. તમામ જ્ઞાતિઓ ચૂંટણીમાં મોટો ભાગ ભજવે છે. સૌરાષ્ટ્રમાં પાટીદારો સાથે સાથે રાજપુત અને ઓબીસી જ્ઞાતિઓ પણ સીધી રીતે રાજનીતિને પ્રભાવિત કરે છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ વચ્ચેના સંઘર્ષના કિસ્સાઓ પણ વધારે છે. જ્ઞાતિ વર્ચસ્વને કારણે દલિતો વિરૂદ્ધ હિંસાની પણ અનેક ઘટનાઓ સામે આવતી રહે છે.

વધારે ગામડાઓની સંખ્યા

વધારે ગામડાઓની સંખ્યા

ભૌગોલિક દ્રષ્ટીએ અન્ય પ્રદેશોની સરખામણીએ સૌરાષ્ટ્રમાં ગ્રામીણ આબાદી વધુ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, 43 ટકા ગુજરાત શહેરી વિસ્તારોમાં રહે છે. પરંતુ સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જામનગર અને ભાવનગર જેવા કેટલાક શહેરોને બાદ કરતા મોટી આબાદી ગામડાઓમાં રહે છે. અહીં તમામ સમીકરણો બદલાઈ જાય છે. એટલે જ કદાચ પીએમ મોદીની આટલી લોકપ્રિયતા સત્તા પણ સૌરાષ્ટ્રમાં મજબુત થઈ શકી નથી.

ખેતી

ખેતી

સૌરાષ્ટ્રના મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. દરિયાકાંઠો હોવાના કારણે સતત આફતો આવતી રહે છે. આજ કારણ છે કે ખેડૂતોમાં નારાજગી રહે છે.

મજબુત સ્થાનિક નેતાઓ

મજબુત સ્થાનિક નેતાઓ

સૌરાષ્ટ્રમાં ઘણા બધા મજબુત નેતાઓ છે. આ નેતાઓ સામે રાજ્ય સ્તરના કોઈ સમીકરણો ત્યાં અસરકારક રહેતા નથી. ચૂંટણી સ્થાનિક નેતાઓના વર્ચસ્વના આધારે લડાય છે. ગુજરાતમાં પબુભા માણેક જેવા ઘણા નેતા છે જે એકચક્રી શાસન ચલાવી રહ્યા છે.

English summary
Why is it necessary to conquer Saurashtra to reach the power of Gujarat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X