મહેશ શાહના સીએ તહેમૂલ સેઠના સામે પત્નીએ નોંધાવી ફરિયાદ

Subscribe to Oneindia News

અમદાવાદમાં 13860 કરોડની રોકડ જાહેર કરીને ચર્ચામાં આવેલા મહેશ શાહ અને ત્યાર બાદ તેના સીએ તહેમૂલ શેઠના ચર્ચામાં આવ્યા હતા. આજે મહેશ શાહના સીએ તહેમુલ શેઠના સામે ફરિયાદ દાખલ થઈ હતી. અમદાવાદ શહેરના નવરંગપુરા પોલિસ સ્ટેશનમાં તહેમૂલ શેઠનાના પત્ની કમલરૂખ શેઠનાએ ફરિયાદ નોંધાવી હતી.

tehmul sethna

સાઉથ ઈન્ડિયન બેન્કના જોઈન્ટ એકાઉન્ટમાંથી પત્નીની જાણ બહાર 80 લાખ રૂપિયા અને ડિમેટ એકાઉન્ટમાંથી પણ રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. શેઠનાના પત્નીએ છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પતિ સામે નોંધાવી છે. આ મુદ્દે તહેમૂલ શેઠનાની આગોતરા જામીનની અરજી પણ રદ થઈ છે.

English summary
wife of mahesh shah's c.a. tahemul sethna complaint against his husband
Please Wait while comments are loading...