For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોંગેસ્ટ વૉકેબલ બીચ તિથલમાં વાઇલ્ડ લાઇફ ઇન્ટરપ્રિટેશન સેન્ટર શરૂ કરાશે

|
Google Oneindia Gujarati News

tithal-beach
વલસાડ, 22 માર્ચ : તિથલ ખાતે આવતા પર્યટકો વન્ય જીવસૃષ્ટિને, સમુદ્રી જીવસૃષ્ટિને જાણે, સમજે એ હેતુથી વનવિભાગ દ્વારા ટુંક સમયમાં તિથલ ખાતે વાઇલ્ડ લાઇફ ઇન્ટરપ્રિટેશન સેન્ટ‍ર શરૂ કરવામાં આવશે. એમ, ઉત્તર વન વિભાગ, વલસાડના નાયબ વનસંરક્ષક ફ્રેન્કલીન ખોબુંગે જણાવ્યું હતું.

21મી માર્ચના રોજ વિશ્વ વન દિવસ નિમિત્તે સામાજીક વનીકરણ વિભાગ, વલસાડ, પ્રવાસી મંડળ,તિથલ અને ડેઇલી વોકર્સ ગૃપના સંયુકત ઉપક્રમે વલસાડના રમણીય તિથલ બીચ મુકામે આયોજીત વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન ખોબુંગે 'ગ્રીન તિથલ : કલીન તિથલ'ની ચળવળની સરાહના કરી હતી. તેમણે આ ચળવળ સતત ચાલતી રહે અને વધુમાં વધુમાં લોકો આ ચળવળમાં જોડાઇને તિથલની રમણીયતામાં ઉમેરો કરવામાં યોગદાન આપે એવી ઇચ્છા વ્યાકત કરી હતી.

લોંગેસ્ટ વોકેબલ બીચ તરીકે ખ્યાઇત તિથલનો દરિયા કિનારો વલસાડનું ગૌરવ છે જેને જાળવી રાખવી સૌની ફરજ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. સામાજીક વનીકરણ વિભાગ, વલસાડના નાયબ વનસંરક્ષકે તિથલ બીચને પ્રદુષણ મુકત ખાસ કરીને પ્લાસ્ટિક પ્રદુષણથી મુકત કરવા માટે જે મુહીમ ઉપાડવામાં આવી છે તેને વૃક્ષારોપણથી વધુ સશકત કરી શકાશે એમ જણાવ્યું હતું.

પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો મહત્વ પૂર્ણ ભાગ ભજવતા હોવાનું જણાવી તેમણે સામાજીક વનીકરણ વિભાગે પ્રવાસી મંડળ તિથલ અને ડેઇલી વોકર્સ ગૃપના સહયોગથી 162 બાળવૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે પૈકી 6 ખજુરડીના વૃક્ષોનું નવતર ટ્રાન્લાકર્સ પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

English summary
Wild life interpritation center will be start in Tithal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X