For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલ કોંગ્રેસ છોડશે? ટ્વિટર બાયોમાંથી પાર્ટીનું નામ હટાવ્યુ!

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે હાર્દિક પટેલ પાર્ટીને અલવિદા કહેવા જઈ રહ્યો છે પરંતુ તેણે આ વાત સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 02 મે : ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે હાર્દિક પટેલ પાર્ટીને અલવિદા કહેવા જઈ રહ્યો છે પરંતુ તેણે આ વાત સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાના ટ્વિટર બાયોમાંથી કોંગ્રેસ પાર્ટીનું નામ હટાવી દીધું છે.

Hardik Patel

તમને જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ હાર્દિક પટેલ લાંબા સમયથી કોંગ્રેસ નેતૃત્વના મુદ્દાઓને લઈને પરેશાન હતા. 2016-17ના અનામત આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલ 2019માં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસમાં જોડાયા હતા. તાજેતરમાં હાર્દિકે તેના વોટ્સએપ પ્રોફાઇલને કોંગ્રેસના ત્રિરંગાના દુપટ્ટામાંથી બદલીને ભગવુ કર્યુ છે. તેણે પોતાના વોટ્સએપ બાયોમાંથી કોંગ્રેસનું નામ પણ ડિલીટ કરી દીધુ છે.

તાપીમાં યુવા સ્વાભિમાન સંમેલન દરમિયાન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.વી. શ્રીનિવાસ હાજર હતા ત્યારે હાર્દિક બિન-કોંગ્રેસી સાદો સફેદ દુપટ્ટો પહેરેલો જોવા મળ્યો હતો.

જ્યારે વોટ્સએપ પ્રોફાઈલ પિક્ચરમાં ફેરફાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે હાર્દિકે કહ્યું કે દરેક વ્યક્તિ દર પાંચ દિવસે તેની ડીપી બદલે છે અને તેણે તે જ કર્યું. આ સાથે જ હાર્દિકે વિવિધ મંચો પર રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓની ટીકા પણ કરી છે.

English summary
Will Hardik Patel leave Congress? Party name removed from Twitter bio!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X