કેજરીવાલ પહેલાં કોંગ્રેસ સાથે જોડાયલા હતા: બાબા રામદેવ

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 4 ફેબ્રુઆરી: નરેન્દ્ર મોદીને મુદ્દાઓના આધાર પર સમર્થન આપ્યું છે, ગુલામી સ્વિકારી નથી. કોંગ્રેસ નષ્ટ થવાના આરે છે અને કેટલાક કોંગ્રેસી ભાજપમાં પ્રવેશ કરવા માટે જુગટ કરી રહ્યાં છે એવું બાબા રામદેવનું કહેવું છે. જેમણે તાજેતરમાં જ વિદેશોમાંથી દેશમાં કાળું નાણું પરત લાવવા માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે સમર્થન કર્યું હતું. આ અંગે રામદેવ માર્ચથી વ્યાપક અભિયાનનું પણ એલાન કર્યું છે.

ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીનું ખુલ્લુ સમર્થન કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી 300થી વધુ સાંસદો સાથે લોકસભામાં પહોંચશે અને ભાજપ તથા એનડીએ પોતાના સ્તર બહુમતના પ્રયત્નમાં જોડાયેલા છે.

ગુજરાતમાં પોતાના સ્વાભિમાન સંગઠનના કાર્યકર્તાઓને અમદાવાદ મળવા આવેલા બાબા રામદેવે આગામી 2014 લોકસભા ચૂંટણીને ધર્મયુદ્ધ ગણાવ્યું છે. રામદેવનું માનવું છે કે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીમાં ભ્રષ્ટ નેતા છે, પરંતુ ભાજપનું નેતૃત્વ પવિત્ર છે. આગામી ચૂંટણી નિર્ણાયક હશે કોંગ્રેસ ખંડીત થવાની અણીએ છે. બાબા રામદેવે ખુલાસો કર્યો હતો કે સાંસદ અને મંત્રી તેમના સંપર્કમાં છે અને કેટલાક લોકોને તેમને ભાજપમાં ટિકિટ અપવાની છે એવો દાવો બાબા રામદેવે કર્યો હતો.

અમદાવાદની મુલાકાતે આવેલા બાબા રામદેવે કહ્યું હતું કે દેશમાં 1 માર્ચથી સંગઠનના કાર્યકર્તા ડોર ટૂ ડોર મતદાન માટે જાગૃતતા ફેલાવશે જેથી ચૂંટણીના દિવસ સુધી 50 કરોડ મતદારો સુધી પહોંચી શકાય.

બાબા રામદેવે કહ્યું હતું કે દેશમાં એક મજબૂત અને સ્થિર સરકાર લાવવી છે અને એટલા માટે બાબાનું મોદીને સમર્થન છે. રામદેવે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે દુનિયામાં ભારતનું નાક કપાવ્યું છે અને એટલા માટે જરૂરી છે કે દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બને.

બાબા રામદેવે દાવો કર્યો છે કે 2014માં કોંગ્રેસની હાર નક્કી છે. જ્યારે બાબા રામદેવ પોલિટિકલ એજન્ટ હોવાના આરોપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે રામદેવે કહ્યું હતું કે તે દેશના હિતમાં કામ કરી રહ્યાં છે. મુદ્દાઓના આધાર પર નરેન્દ્ર મોદીનું સમર્થન કરે છે, નરેન્દ્ર મોદીની ગુલામી નહી. તો બીજી તરફ બાબા રામદેવ આપ પાર્ટીને ઇમાનદાર ગણતા નથી, તેમની ફંડિગ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે તે કોંગ્રેસ અને નક્સલો સગિત વિદેશથી મળે છે. રામદેવે અરવિંદ કેજરીવાલ અને યોગેન્દ્ર યાદવ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે બંને પહેલાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા.

સોનિયા-રાહુલ ચૂંટણી હારશે

સોનિયા-રાહુલ ચૂંટણી હારશે

બાબા રામદેવે 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણી નિર્ણાયક તથા ધર્મ યુદ્ધ ગણાવતાં કહ્યું હતું કે આ ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઇ જશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલી તથા કોંગ્રેસ ઉપાધ્યક્ષ અમેઠીથી ચૂંટણી હારી જશે.

કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટ માંગી

કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટ માંગી

બાબા રામદેવે દાવો કર્યો હતો કે કોંગ્રેસના કેટલા મંત્રી તથા વરિષ્ઠ નેતા તેમને મળ્યા અને ભાજપમાંથી ટિકિટ અપાવવા માટે નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા માટે કહ્યું હતું. તેમાંથી કેટલાકની ટિકિટો નક્કી થઇ ગઇ છે, જો કે તેમને કોઇ મંત્રીનું નામ બતાવવાની મનાઇ કરી દિધી હતી.

'આપ'ને 10થી વધુ સીટો નહી

'આપ'ને 10થી વધુ સીટો નહી

આપની મજાક ઉઠાવતાં બાબા રામદેવે કહ્યું હતું કે જે ક્યાંય પણ ન ચાલે તે 'આપ'માં ચાલે છે, લોકસભા ચૂંટણીમાં 'આપ' 10થી વધુ સીટો પર જીત પ્રાપ્ત કરશે નહી.

કરોડ કરોડ મતદારો સુધી પહોંચવાની તૈયારી

કરોડ કરોડ મતદારો સુધી પહોંચવાની તૈયારી

બાબા રામદેવે કહ્યું હતું કે દેશમાં કાળું નાણું પરત લાવવા, ભ્રષ્ટાચારને ખતમ કરવા તથા ભ્રષ્ટ વહિવટી વ્યવસ્થાના ઇરાદા સાથે ભારત સ્વાભિમાનના કાર્યકર્તાઓ આગામી 1 માર્ચથી 50 કરોડ મતદારોને ઘરે-ઘરે જઇને મળશે. આ દિવસથી લોકસભાની ચૂંટણી સુધી ભારત સ્વાભિમાનના યોગ શિક્ષક, યોગ સાધક તથા કાર્યકર્તા દેશભરમાં ઘરોમાં જઇને સંપર્ક કરશે.

English summary
Yoga Guru Baba Ramdev said on Monday that he would urge all his followers to vote for BJP's prime ministerial candidate for 2014 General Elections, Narendra Modi, so that the BJP could get 300 seats.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.