For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચુંટણી: સૌરાષ્ટ્રમાં પાણીનું સંકટ નરેન્દ્ર મોદીને ડૂબાડશે ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 9 ડિસેમ્બર: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીનું સંકટ આ વખતે વિધાનસભાની ચુંટણીમાં મુદ્દો છે કારણ કે લોકો આ સમસ્યાને લઇને ગત 10 વર્ષોથી કોઇ નક્કર પગલાં ભરવામાં ન આવતાં ઘણા નારાજ છે. આવા સમયે પ્રશ્ન ઉદભવે છે કે આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો મુદ્દો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે મોટું સંકટ ઉભું કરી શકે છે.

સૌરાષ્ટ્ર એક એવો વિસ્તાર છે જ્યાં બારમાસી નદી નથી અને અહીં વરસાદ પણ ઓછો થાય છે. આ કારણે આ વિસ્તાર વર્ષોથી પાણીના સંકટનો સામનો કરી રહ્યો છે. રાજકોટના જેતપુરના નિવાસી સિંઘભાઇ મવાદિયાનું કહેવું છે. 'સરકાર આ મહત્વપુર્ણ મુદ્દાના નિરાકરણ માટે ગંભીર નથી. આ વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીનું ઘોર સંકટ છે.' સૌરાષ્ટ્રના શહેરો અને ગામડાંઓમાં રહેનારા લોકોનું માનવું છે કે રાજ્ય સરકારે પાણીની સમસ્યા માટે કોઇ સ્થાયી સમાધાન કર્યું નથી.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર એમ સાત જિલ્લા છે, જો કે ત્યાં પણ ફક્ત 20 થી 30 મિનિટ સુધી પાણી આવે છે. નાના શહેરો અને ગામડાંની હાલત ખૂબ જ ખરાબ છે. ગારિયાધરમાં દર ત્રણ દિવસે પાણી આવે છે તો સિહોરમાં દર બીજા દિવસે પીવાનું પાણી મળે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિધાનસભાની 54 સીટો છે, જ્યારે આખા ગુજરાતમાં 182 સીટો છે. ગુજરાતમાં સરકાર બનાવવા માટે સૌરાષ્ટ્રને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સીટો પર 13 ડિસેમ્બરે ચુંટણી યોજાશે. રાજ્યમાં બે તબક્કામાં ચુંટણી યોજાવવાની છે. પ્રથમ તબક્કામાં 13 ડિસેમ્બરે જ્યારે બીજા તબક્કામાં 17 ડિસેમ્બરે યોજાશે. નર્મદા બંધ પરિયોજના નહેરના નેટવર્કનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે. નર્મદાને ગુજરાતની જીવનદોરી તરીકે જોવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેશુભાઇએ પટેલ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પોતાનું શક્તિપ્રદર્શન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે આ વખતની ચૂંટણીમાં લેઉવા પટેલ ભાજપના કમળને કચડવા માટે જીપીપીના બેટની મદદ લેશે. કેશુભાઇની ધોષણાથી ભાજપ અંદરખાને ચિંતિત બન્યું છે અને કેશુબાપાના ફેક્ટરની અસર કરવા દોડધામ કરી છે. આવા સમયે કોંગ્રસમાંથી બળવો પોકારીને નીકળેલા નરહરિ અમીનમાં ભાજપને સહારો દેખાઇ રહ્યો છે.

રાજકીય સ્તરે બેઠકવાર નજર કરીએ તો સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી 33 બેઠકોમાં લેઉવા પટેલોનું વર્ચસ્વ છે. ગુજરાતમાં પટેલ પરિબળમાં કડવા પટેલ અને લેઉવા પટેલ પરિબળની ગણતરી કરીએ તો ભાજપ પાસે હાલ કડવા અને લેઉવા બંને પ્રકારના પટેલ ઉમેદવારો છે પણ લેઉવા પટેલ ઉમેદવારોની સંખ્યા ઓછી છે. જેમાં આનંદીબહેન પટેલ (લેઉવા), સૌરભ પટેલ (કડવા), નરોત્તમ પટેલ (કડવા)નો સમાવેશ થાય છે. નરહરિ અમીન ભાજપમાં જોડાતા બંને સંખ્યા સમાન થઇ ગઇ છે. આ કારણે લેઉવા પટેલોનું વર્સસ્વ ધરાવતી બેઠકોમાં ભાજપને ફાયદો થઇ શકે એમ છે.

English summary
The persistent water woes of Saurashtra, a scarcity-prone area of Gujarat, has become one of the main poll issues in the 2012 Assembly elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X