For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ સહિત 3 ગુજરાતી બન્યા મોદીના મંત્રી, 2ને ફરીથી મળ્યો મોકો

17મી લોકસભાની ચૂંટણી બાદ મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં એનડીએની સતત બીજી સરકારની રચના થઈ. કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતથી આ વખતે 3 નેતાઓને જગ્યા મળી.

|
Google Oneindia Gujarati News

17મી લોકસભાની ચૂંટણી બાદ મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં એનડીએની સતત બીજી સરકારની રચના થઈ. કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતથી આ વખતે 3 નેતાઓને જગ્યા મળી. આ ત્રણમાંથી અમિત શાહ પહેલી વાર મંત્રી બન્યા જ્યારે બે અન્ય રાજ્યસભા સાંસદ તરીકે પહેલા પણ મંત્રી રહી ચૂક્યા હતા. આ બે નેતા છે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા જેમણે આ નવી સરકારમાં પણ કેન્દ્રીય મંત્રીનો દરજ્જો મેળવ્યો છે.

આ પણ વાંચોઃ અમિત શાહે સંભાળ્યો ગૃહ મંત્રાલયનો ચાર્જ, સામે કલમ 370, NRC જેવા પડકારોઆ પણ વાંચોઃ અમિત શાહે સંભાળ્યો ગૃહ મંત્રાલયનો ચાર્જ, સામે કલમ 370, NRC જેવા પડકારો

જુલાઈમાં કેબિનેટનું વિસ્તરણ થશે ત્યારે ફરીથી 2-3 ગુજરાતી મંત્રી બનશે

જુલાઈમાં કેબિનેટનું વિસ્તરણ થશે ત્યારે ફરીથી 2-3 ગુજરાતી મંત્રી બનશે

માહિતી અનુસાર જુલાઈમાં કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ સંભવ છે. બજેટ સત્ર બાદ મોદી કેબિનેટનો જ્યારે વિસ્તાર થશે ત્યારે ગુજરાતથી ફરીથી બે કે ત્રણ નેતાઓને મંત્રી પદ મળી શકે છે. આ નેતાઓમાં નવસારી સાંસદ સી આર પાટિલ, મહિલા સાંસદ પૂનમ મેડમ કે રંજનબેન ભટ્ટ અને એક આદિવાસી બહુમત ધરાવતો વિસ્તાર શામેલ કરવામાં આવી શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે પહેલા મોદી મંત્રીમંડળમાં ગુજરાતના પાંચથી છ નેતા શામેલ થવાના હતા પરંતુ પહેલી શપથવિધિમાં મોદીએ મંત્રીમંડળનું કદ નાનુ રાખ્યુ.

શાહે ત્યાગ્યુ રાજ્યસભા સાંસદનું પદ

શાહે ત્યાગ્યુ રાજ્યસભા સાંસદનું પદ

હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કેબિનેટના સભ્ય ચૂંટવામાં મહત્વની ભૂમિકા રહેશે. તેમણે પહેલી વાર ગાંધીનગર સીટથી ચૂંટણી લડી હતી અને 5.5 લાખ મતોના અંતરથી જીત્યા હતા. આ જીત બાદ જ તેમણે પોતાના રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપી દીધુ છે.

ફરીથી સાઈકલ પર શપથ લેવા પહોંચ્યા મનસુખ માંડવિયા

ફરીથી સાઈકલ પર શપથ લેવા પહોંચ્યા મનસુખ માંડવિયા

આ વખતે મોદી કેબિનેટના શપથ ગ્રહણ સમારંભમાં ગુજરાતના મનસુખ માંડવિયા ફરીથી સાઈકલ પર ભવનમાં હાજર થયા. ગઈ વખતે પણ મનસુખ માંડવિયાએ સાઈકલ પર જઈને શપથ લીધી હતી. કહેવાય છે કે તે સંસદમાં પણ સાઈકલ પર જાય છે. ગુજરાતથી ગઈ વખતે મોદી કેબિનેટમાં ચૂંટાયેલા જસવંત સિંહ ભાભોરને આ વખતે મોકો મળ્યો નથી.

English summary
With amit shah, These three Gujarati MPs Become cabinet ministers in Modi Govt 2
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X