For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છોટાઉદેપુર ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇ!

છોટાઉદેપુર ખાતે જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

છોટાઉદેપુર ખાતે જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં મહિલા નેતૃત્વ દિવસના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Womens Leadership Day

મહિલા નેતૃત્વ કાર્યક્રમને સંબોધતાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે, વેદોમાં પણ મહિલાઓનું ઉચિત સન્માન જળવાઇ એ માટે વાતો કરવામાં આવી છે. આજે સમાજમાં મહિલાઓને સન્માન આપવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં નારી નેતૃત્વ કરી રહી છે એમ જણાવી તેમણે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં પચાસ ટકા અનામતની જોગવાઇ કરી જેનાથી મહિલાઓને નેતૃત્વ કરવાની મોટી તક મળી છે.

મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીની આશય સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, મહિલાઓ પુરૂષ સમોવડી બને એ માટે આ નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચ પદ પર એક મહિલા બિરાજમાન છે. જિલ્લામાં પણ વહીવટી વડાનું પદ શોભાવનાર મહિલા જ છે તેમજ જિલ્લા પંચાયતના વડા પણ મહિલા જ છે એમ જણાવી તેમણે કોઇ પણ સમાજની પ્રગતિનો કયાસ કાઢવો હોય તો તે સમાજની મહિલા કેટલી પ્રગતિશીલ છે એનું આકલન કરવામાં આવે છે એમ જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા વિશ્વ સ્તનપાન સપ્તાહ અંગે વિગતે જાણકારી આપી. ૧૮૧-અભયમ હેલ્પલાઇન અંગે વિગતે જાણકારી આપવામાં આવી હતી.

English summary
Women's Leadership Day celebrated at Chotaudepur!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X