વડોદરામાં 50 કલાક કુકિંગ કરી તોડશે આ મહિલા વર્લ્ડ રેકોર્ડ

Posted By:
Subscribe to Oneindia News

વડોદરામાં એક મહિલા કુકાથોન દ્વારા એક નવી ઇતિહાસ રચવા જઇ રહી છે. ભારતીય ખાણીપીણીને દુનિયામાં પોપ્યુલર કરવાના ઉદ્દેશથી રાજેશ્વરી સિંધ નામની મહિલા સતત 50 કલાક સુધી આજે કુકિંગ કરીને વિશ્વ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે. સતત 50 કલાકમાં રાજેશ્વરી ભારતના અલગ અલગ પ્રાંતની જાણીતી વાનગીઓ બનાવશે. સવારે 10 વાગ્યાથી કૂકિંગ શરૂ કરનાર રાજેશ્વરી અત્યાર સુધીમાં 25 જેટલી આઇટમો બનાવી દીધી છે. જો કે વચ્ચે વચ્ચે રાજેશ્વરી બ્રેક પણ લઇ રહી છે. નોંધનીય છે કે આજે રાજેશ્વરી જે તમામ રેસિપી બનાવશે તે તમામ શુદ્ધ શાકાહારી હશે.

rajeshwari

ત્યારે આ કુંકિગ દ્વારા રાજેશ્વરી રેહા પ્રોજેક્ટ હેઠળ રેન્ડમ હાઉસવાઇફ એસોશિયેશન માટે ફંડ પણ એકત્ર કરી રહી છે. નોંધનીય છે કે રાજેશ્વરી સિંધ વડોદરાની ઉદ્યોગસાહસિક છે. અને કંઇક નવું કરવાની ચાહ સાથે તેમણે આ વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ત્યારે વડોદરાની એક મહિલા દ્વારા આ અનોખો વિશ્વ વિક્રમ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે જોતા વડોદરા વાસીઓએ પણ રાજેશ્વરી માટે ખુશી વ્યક્ત કરી છે.

cook
English summary
Vadodara Entrepreneur Rajeshwari Singh trying to cook for 50 Hours to set new world record.
Please Wait while comments are loading...