For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાનુ પહેલુ ટર્મિનલ ગુજરાતમાં બનશે, એકમાત્ર રાજ્ય જ્યાં હશે CNG અને LPG માટે ટર્મિનલ

દુનિયાનુ પહેલુ સીએનજી ટર્મિનલ ગુજરાતના ભાવનગરમાં બનશે. આ બનાવવામાં 1900 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

|
Google Oneindia Gujarati News

ભાવનગરઃ દુનિયાનુ પહેલુ સીએનજી ટર્મિનલ ગુજરાતના ભાવનગરમાં બનશે જેને બનાવવામાં 1900 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ટર્મિનલ વાર્ષિક 50 લાખ ટનની ક્ષમતાવાળુ હશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં રાજ્ય સરકારો આ પરિયોજનાને મંજૂરી આપી દીધી છે અને આને ડેવલપર્સના સહયોગથી વિકસિત કરવામાં આવશે. આ પરિયોજનાથી ભાવનગર અને આસપાસના ક્ષેત્રોના યુવાનોને મોટાપાયે રોજગારના અવસર પણ મળશે.

50 લાખ ટનની ક્ષમતાવાળુ હશે આ ટર્મિનલ

50 લાખ ટનની ક્ષમતાવાળુ હશે આ ટર્મિનલ

માહિતી મુજબ ગુજરાત દેશનુ એકમાત્ર એવુ રાજ્ય હશે જ્યાં સીએનજી અને એલપીજી બંને માટ ટર્મિનલ હશે. ભાવનગરમાં દુનિયાના પહેલા સીએનજી ટર્મિનલને જે ડેવલપર્સના સહયોગથી વિકસિત કરવામાં આવશે તેમાં પદ્મનાભ મફતલાલ સમૂહ અને નેધરલેન્ડથી એક ગ્રુપ શામેલ છે. સરકાર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર બ્રાઉનફીલ્ડ બંદર પરિયોજનાના પહેલા તબક્કામાં 1300 કરોડ રૂપિયાનો રોકાણ કરવામાં આવશે.

પરિવહન માટે પાયાની સુવિધાઓ આપવામાં આવશે

પરિવહન માટે પાયાની સુવિધાઓ આપવામાં આવશે

સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યુ કે આ ભાવનગરને વિકસિત કરવાની દિશામાં એક મહત્વાકાંક્ષી મેગા પરિયોજનાનો હિસ્સો છે જ્યાં 45 લાખ કન્ટેનરની ક્ષમતાવાળી એક લિક્વિડ અને વ્હાઈટ કાર્ગો ટર્મિનલ સાથે નૌકા સેવા ઑન ટર્મિનલ(આરઓ-આરઓ)નો વિકાસ કરવામાં આવશે. આ ટર્મિનલને વિકસિત કરવા માટે ચેનલ અને પોર્ટ બેસિનમાં બે લૉક ગેટોનુ નિર્માણ કરવામાં આવશે. સીએનજી પરિવહન માટે તટ પર પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

ગુજરાત દેશનુ એકમાત્ર એવુ રાજ્ય હશે

ગુજરાત દેશનુ એકમાત્ર એવુ રાજ્ય હશે

આ પરિયોજનાના કારણે વાર્ષિક રીતે ભાવનગર બંદરની કાર્ગો ક્ષમતાને 90 લાખ મેટ્રિક ટન(એમએમટી) સુધી વધારવામાં આવશે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પરિયોજનાની માહિતી શેર કરી. તેમણે કહ્યુ કે ગુજરાત દેશનુ એકમાત્ર એવુ રાજ્ય હશે જ્યાં સીએનજી અને એલપીજી બંને માટે ટર્મિનલ હાજર હશે. રૂપાણી બોલ્યા કે અમારી સરકારે 1900 કરોડ રૂપિયાની બ્રાઉનફીલ્ડ પરિયોજનાને મંજૂરી આપી છે જેનાથી રોજગારના અવસર પણ પેદા થશે.

સરદાર સરોવર ડેમ ભરાઈ ગયો, CM કરશે પૂજા, તૈયારીઓ શરૂસરદાર સરોવર ડેમ ભરાઈ ગયો, CM કરશે પૂજા, તૈયારીઓ શરૂ

English summary
World's first CNG terminal to be built in Bhavnagar announced Gujarat CM vijay rupani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X