For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાની સૌથી લાંબી, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નહેર થઈ પાણીથી છલોછલ

વરસાદના કારણે જ હવે નર્મદા નહેરમાં એટલુ પાણી છે કે આખુ વર્ષ અમદાવાદની તરસ છીપાવી શકશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદાઃ ગુજરાતમાં સૌથી મોટા બાંધ સરદાર સરોવર ડેમમાંથી જ દુનિયાની સૌથી લાંબી પાક્કી સિંચાઈ નહેર પણ જોડાયેલી છે જેને નર્મદા નહેર કહેવામાં આવે છે. જેની લંબાઈ 458 કિલોમીટર છે. આ નહેરને ગુજરાતની લાઈફ લાઈન પણ કહેવામાં આવે છે કારણકે આનાથી 10 હજાર ગામોને પીવાનુ પાણી મળે છે. વરસાદના કારણે જ હવે આ નહેરમાં એટલુ પાણી છે કે આખુ વર્ષ અમદાવાદની તરસ છીપાવી શકશે.

દુનિયાની સૌથી લાંબી પાક્કી નહેર

દુનિયાની સૌથી લાંબી પાક્કી નહેર

સરદાર સરોવર નર્મદા નિગમ અનુસાર, ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ 75 ટકા ભરાઈ ગયો છે. આ ડેમ પાસે જ નર્મદા નહેર શરૂ થાય છે. જેમાં અત્યારે 17 હજાર કરોડ લિટર પાણી એટલે કે કુલ ક્ષમતાનુ 77 ટકા પાણી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આમાં 22 હજાર લિટર પાણી સ્ટોર કરવાની ક્ષમતા છે. આનાથી 18 લાખ હેક્ટર જમીનની સિંચાઈ થાય છે.

750 તળાવ ભરાઈ ગયા આ નહેરથી

750 તળાવ ભરાઈ ગયા આ નહેરથી

આ નહેરના કારણે ગુજરાતના 25 બાંધ અને 750 તળાવ પાણીથી ભરાઈ ગયા છે. આનુ પાણી રાજ્યના 175 શહેરોને પણ મળે છે. આનાથી ગુજરાતની કુલ કૃષિ યોગ્ય વિસ્તારની 15 ટકા જમીનની પણ સિંચાઈ થાય છે. એટલુ જ નહિ, નર્મદા સાથે જોડાયેલા રાજ્ય સ્તરીય જળાપૂર્તિ ગ્રિડથી રાજ્યની 75 ટકા વસ્તીને પીવાનુ પાણી પહોંચાડવામાં આવે છે.

સૌથી મોટો બાંધ સરદાર સરોવર ડેમ

સૌથી મોટો બાંધ સરદાર સરોવર ડેમ

સૌથી મોટો બાંધ સરદરા સરોવર ડેમ અમદાવાદથી થોડા કિલોમીટર દૂર નર્મદા નદી પર સ્થિત છે. આ સૌથી મોટો આધુનિક બાંધ છે.નર્મદા નદી પર બનેલ આ બાંધ 138 મીટર ઉંચો(પાયા સાથે 168 મીટર) છે. આમાં ઘણી ખાસિયતો છે જે આને દુનિયામાં સૌથી વધુ ખાસ બનાવે છે. નર્મદા નદી પર બનેલ 30 બાંધોમાંથી સરદાર સરોવર અને મહેશ્વર બે સૌથી મોટા બાંધ છે. આ પરિયોજનાઓનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવા અને મધ્ય પ્રદેશ માટે વિજળી પેદા કરવાનો છે.

ગુજરાતમાં સરદાર સરોવર ડેમનુ જળ સ્તર 130 મીટરને પાર, હજુ વધવાની સંભાવનાગુજરાતમાં સરદાર સરોવર ડેમનુ જળ સ્તર 130 મીટરને પાર, હજુ વધવાની સંભાવના

English summary
World's longest paved canal in gujarat, Filled now With 17,000 Crore Liters Of Water
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X