વલસાડમાં યોગી આદિત્યનાથ ; સરદાર પટેલને કોંગ્રેસે 41 વર્ષ સુધી ના આપ્યો ભારત રત્ન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના સ્ટાર પ્રચારક તેવા યોગી આદિત્યનાથ આજે વલસાડ પહોંચીને કોંગ્રેસ પર એક પછી એક પ્રહાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે યુપીના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ હાલ ગુજરાતની બે દિવસની મુલાકાત પર છે. જેમાં તે ગૌરવ યાત્રા અંતર્ગત સુરત, વલસાડ જેવા શહેરાની મુલાકાત લેશે. ત્યારે આજે વલસાડ પહોંચી તેમણે તેમના ભાષણ દ્વારા કોંગ્રેસ પર અનેક આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે "41 વર્ષ સુધી કોંગ્રેસે સરદાર પટેલને ભારત રત્ન ના આપ્યો. આ મુદ્દો છેવટે જ્યારે અટલ બિહારીજી પીએમ બન્યા ત્યારે ઉઠાવાયો". ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ તેમના ભાષણો માટે વખણાય છે ત્યારે સીએમ બન્યા પછી પહેલી વાર ગુજરાતમાં પ્રચાર માટે આવેલા યોગી આદિત્યાથે તેમના ભાષણમાં બીજું શું કહ્યું વાંચો અહીં...
રાહુલ પણ ટિપ્પણી
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર બોલતા યોગી આદિત્યનાથે જણાવ્યું કે આ પહેલા રાહુલ ગાંધી જ્યાં જ્યાં પ્રચાર માટે ગયા છે ત્યાં કોંગ્રેસની હાર થઇ છે. 14 વર્ષ સુધી શાસન કરવા છતાં રાહુલ ગાંધી અમેઠીમાં કલેક્ટરની ઓફિસ પણ નથી બનાવી શક્યા. વધુમાં તેમણે કહ્યું કે અમિત ભાઇ તો અહીં આવતા રહે છે. પણ રાહુલ ગાંધી જ્યારે ઇટલી ભાગી જાય છે ત્યારે તેમને ગુજરાતની યાદ કેમ નથી આવતી?
કોંગ્રેસ અને મનમોહન
મનમોહન સરકાર પણ ટિપ્પણી કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ એક વસ્તુ માટે ખૂબ જ પ્રખ્યાત હતા. જ્યારે પણ તેમની પાસે કોઇ અપ્રૂઅલ માટે જવામાં આવતું તે હંમેશા નહેરુ-ગાંધીના પરિવારને જોતા થોડી વાર ચૂપ રહી ના પાડી દેતા. જે લોકો 3 પેઢીઓથી અમેઠી પર રાજ કરે છે છતાં ત્યાં કલેક્ટરની ઓફિસ નથી બનાવી શકતા તે ગુજરાતમાં શું વિકાસ લાવશે?