યોગી છે સ્ટાર પ્રચારક, CMએ કહ્યું આજે કરવો ચૂંટણી અમે જીતશું

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2017 ના પડધમ વાગી ચૂક્યા છે. સંભાવના છે કે ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજવામાં આવે. વધુમાં 3 એપ્રિલે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતે આવવાનું છે. ત્યારે તમામ પક્ષો દ્વારા ચૂંટણીની તડોમાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. નોધનીય છે કે ગુજરાતની બે મુખ્ય પાર્ટી કોંગ્રેસ અને ભાજપ દ્વારા અત્યારથી જ પોત પોતાની જીતના દાવા ઠોકવામાં આવ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશની જોરદાર જીત બાદ ભાજપ પોતાની જીત માટે દાવેદારી નોંધાવી રહ્યું છે.

yogi adityanath

Read also : CM યોગીનો આદેશઃ 20 કલાક કામ રહો, નહીં તો ચાલતી પકડો

આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પણ મીડિયા સમક્ષ આ વાતનો દાવો કરતા કહ્યું હતું કે જો આજે પણ ગુજરાતમાં ચૂંટણી થાય તો ભાજપ જીતી જશે તેની તેમને ખાતરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં 300 અને ગુજરાતમાં 150 આ નારા સાથે જ અમે ચૂંટણીમાં ઉતરીશું. નોંધનીય છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી સમેત ઉત્તર પ્રદેશના હાલમાં જ બનેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરશે. યોગી આદિત્યનાથને ગુજરાતમાં ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારકની રીતે જોવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ 125 સીટો પર કોંગ્રેસ આવશે તેવા દાવા સાથે પોતાની તૈયારીઓ ઉમટી પડી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતની ચૂંટણીમાં ઉતરવાની વાત કરી હતી. પણ ગોવા અને પંજાબની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં જીતનો રસ્તો થોડો મુશ્કેલ બની ગયો છે.

English summary
Yogi Adityanath will be the main Propagandist for Gujarat assembly election 2017.
Please Wait while comments are loading...