યુવરાજ સિંહને મળ્યા શરતી જામીન, ગાંધીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ
ગુજરાતમાં સરકારી ભરતીમાં થયેલા અનેક કૌભાંડોનો પર્દાફાશ કરનારા આંદોલનકારી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની 5 એપ્રિલના રોજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર એવો આરોપ
ગાંધીનગર: ગુજરાતમાં સરકારી ભરતીમાં થયેલા અનેક કૌભાંડોનો પર્દાફાશ કરનારા આંદોલનકારી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની 5 એપ્રિલના રોજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે પોલીસ પર ગાડી ચઢાવી દીધી હતી સાથે જ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જે અંતર્ગત યુવરાજ સિંહ પર 307 સહિતની કલમો લગાડવામાં આવી હતી ત્યાં જ આ મામલે ચાર્જશીટ ફાઇલ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવતાની સાથે જામીન આપવામાં આવ્યા છે.













Click it and Unblock the Notifications
